ભ્રષ્ટાચારના આરોપ પર કેજરીવાલનો સણસણતો જવાબ કહ્યું, આતંકવાદી કે ભ્રષ્ટ છે તો ધરપકડ કરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યો છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસો સતત થઈ રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ત્યારે આ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું  કે, કેજરીવાલ આતંકવાદી કે  ભ્રષ્ટ છે તો તેની ધરપકડ કરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવવા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતના સતત પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી પહેલા કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કેજરીવાલે આ મામલે ભાજપને સણસણ તો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, પંજાબના પહેલા PMએ કહ્યું- કેજરીવાલ આતંકવાદી છે. એચએમએ તપાસ શરૂ કરી હતી. તેનું શું થયું? હવે ગુજરાત/એમસીડી પહેલા તેઓ કહે છે કે કેજરીવાલ ભ્રષ્ટ છે. અરે કેજરીવાલ આતંકવાદી છે કે ભ્રષ્ટ તો તેની ધરપકડ કરો ને? કેજરીવાલ આતંકવાદી કે ભ્રષ્ટાચારી નથી કેજરીવાલ પ્રજાના પ્રિય છે. તેનાથી ભાજપને તકલીફ થઈ રહી છે.

ટ્વિટ કરી ભાજપને આપ્યો જવાબ 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT