‘ડબલ એન્જિનમાંથી એક એન્જિન ખરાબ થઈ ગયું છે, હવે નવા એન્જિનની સરકાર લાવો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ: ગુજરાતમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ દિલ્હીના નેતાઓના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે પંચમહાલના મોરવાહડફ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ફરીથી IBના રિપોર્ટનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં AAPની સરકાર બનતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે AAPની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો.

IBના રિપોર્ટનો ફરીથી ઉલ્લેખ કર્યો
કેજરીવાલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કંઈક ગજબની હવા ચાલી રહી છે. જ્યાં જઈએ ત્યાં ઝાડુ ચાલી રહી છે. જ્યાં જઈએ લોકો કહે છે બદલાવ જોઈએ, પરિવર્તન જોઈએ. IBનો રિપોર્ટ છે કે ગુજરાતની ચૂંટણીમાં ડિસેમ્બરમાં AAPની સરકાર બની રહી છે. પરંતુ થોડી બહુમતીથી સરકાર બની રહી છે. આ વખતે ગુજરાતમાં 182માંથી AAPની 150 સીટ આવવી જોઈએ. આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખો. ડિસેમ્બરમાં AAPની સરકાર બનતા જ સૌથી પહેલું કામ કરીશું ભ્રષ્ટાચાર ખતમ કરીશું. 27 વર્ષમાં આ લોકોએ ગુજરાતને લૂંટ્યું છે, તમારો એક-એક પૈસો પાછો અપાવીશું. હવે ગુજરાત સરકારના પૈસાનો જનતા માટે ઉપયોગ થશે.

ભ્રષ્ટાચાર ખબમ કરવાનું આપ્યું વચન
તેમણે કહ્યું, પંજાબમાં સ્વાસ્થ્ય મંત્રી ગોટાળો કરતા હતા. ભગવંત માનને જાણ થતા જ તેમને જેલમાં નાખી દીધા. AAP કટ્ટર ઈમાનદાર સરકાર છે. મારો દીકરો, ભાઈ ચોરી કરશે તો એ લોકો પણ જેલમાં જશે. છોડશું નહીં એમને પણ. 15 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મોંઘવારી છે. હું તમને સૌથી પહેલા મોંઘવારીથી છૂટકારો અપાવીશ. 1 માર્ચ બાદ તમારે લાઈટબીલ ભરવાની જરૂર નથી, હું તમારું બિલ ભરીશ. દિલ્હી-પંજાબમાં લોકોના 0 બિલ આવે છે. આ ઝાદુ માત્ર કેજરીવાલને આવડે છે, ભાજપ-કોંગ્રેસને પણ નથી આવડતું.

ADVERTISEMENT

લક્ષ્મીજી-ગણેશજીની તસવીર નોટો પર છાપવા વિશે શું કહ્યું?
કેજરીવાલે કહ્યું, થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી ગુજરાતને 30 હજાર કરોડનું પેકેજ આપી ગયા. હવે મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો લૂંટશે. તમને શું મળશે? હું 30 હજાર કરોડ નથી આપી શકતો મહિને 30 હજારનો ફાયદો તમારા પરિવારને કરાવી શકું છું. મેં હમણા નોટ પણ લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર મૂકવાની વાત કરી. નોટ પણ ગણેશ-લક્ષ્મીની તસવીર હશે તો તેમનો આશીર્વાદ મળશે. દેશ આગળ વધશે. આ લોકોએ મને એટલી ગાળો આપી, ભાજપ-કોંગ્રેસ બંને મળીને મને ગાળો આપી રહ્યા છે.

ડબલ એન્જિનની સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના વોટ વેહેંચાવા ન જોઈએ. કોંગ્રેસના તમામ વોટ આપમાં આવવા જોઈએ. હું થોડા દિવસ પહેલા વડોદરા ગયો, મને જોઈને છોકરાઓ મને મોદી-મોદી કહેવા લાગ્યા. મેં એમને કહી દીધું, જેટલું મોદી-મોદી કરવું હોય એટલું કરી લો. જ્યારે તમારા ઘરમાં કોઈ બીમાર હશે ત્યારે કેજરીવાલ જ કામ આવશે. તમારા બધાના ઘરનું લાઈટબિલ પણ કેજરીવાલ જ માફ કરશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિનની સરકાર. અરે એક એન્જિન ખરાબ થઈ ગયું છે. હવે નવું એન્જિન લાવો, નવા એન્જિનની સરકાર.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT