કોંગ્રેસને વોટ આપી ભાજપને જિતાડી ન દેતા, કેજરીવાલે બંને પાર્ટીઓ પર કર્યા આકરા પ્રહારો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની મેરેથોન કેમ્પેઈનની શાનદાર શરૂઆત કરી દીધી છે. તેવામાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢાની ત્રિપુટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગયા છે. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પક્ષપલટા સહિતના મુદ્દાઓ ઉઠાવી બંને પાર્ટીઓને ઘેરી લીધી હતી. તો બીજી બાજુ આ ચૂંટણીમાં વિજેતા કોણ બનશે એની અહેવાલોને ટાંકીને માહિતી પણ આપી હતી. કેજરીવાલના સંબોધન પર નજર કરીએ…

કેજરીવાલે વોટ લેવાનો ભાજપનો પ્લાન છતો કર્યો?
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સ્તબ્ધ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના વોટ તોડવા માટે બંને પાર્ટીઓ મળીને કાર્ય કરી રહી છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે મને અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવવા તૈયાર છે. આ અંગે તેમણે પાર્ટી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ભાજપે ના પાડી અને ત્યાં જ રહેવા જણાવ્યું હતું.

કેજરીવાલના જણાવ્યા પ્રમાણે ભાજપે આ નેતાઓને એટલે પાર્ટીમાં સામેલ ન કર્યા કારણ કે આનાથી કોંગ્રેસ સાવ બેકફુટ પર થઈ ગઈ હોત. જોકે અત્યારે પણ કોંગ્રેસ પાર્ટી તદ્દન ખતમ થઈ ગઈ છે.

ADVERTISEMENT

કોંગ્રેસને 10 બેઠકોથી વધારે નહીં મળે- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસને 10થી વધારે બેઠકો આ ચૂંટણીમાં મળે એમ લાગતુ નથી. વળી આ લોકો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જશે. ત્યારપછી કેજરીવાલે ગુજરાતની જનતાને AAP પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાત પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હવે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ બનીને આવી છે તો એકવાર વિશ્વાસ મુકજો.

ADVERTISEMENT

ભાજપથી નારાજ લોકો AAPને પસંદ કરો- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યું કે આ પાર્ટીથી જે જે લોકો નારાજ છે તે કોંગ્રેસને મત ન આપો. હું અપિલ કરું છું કે તમે AAPને પસંદ કરો. જનતાને વધુમાં કહ્યું કે કોંગ્રેસને વોટ આપીને તમે આપને જિતાડી ન દેતા. અમારી પાર્ટી નાનાથી લઈ મોટા તમામ પ્રશ્નોના નિરાકરણમાં સતત કાર્યરત રહેશે.

ADVERTISEMENT

અત્યારે ચૂંટણી થાય તો AAPની સરકાર પાક્કી- કેજરીવાલ
IBના એક રિપોર્ટને ટાંકીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અત્યારે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે. જોકે પાર્ટીનું જીતનું માર્જિન ઘણું થીન છે. જેથી કરીને અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યું કે અમને ધક્કા મારી મારીને જિતાડો. જો આમ થઈ ગયું તો AAP પંજાબ અને દિલ્હીનો રેકોર્ડ પણ તોડી દેશે.

    follow whatsapp

    ADVERTISEMENT