મોરબી દુર્ઘટના પર કેજરીવાલે કહ્યું- CM નિષ્ફળ; ગુજરાત સરકારે રાજીનામું આપી ચૂંટણી જાહેર કરવી જોઈએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ગુજરાતના મોરબી ખાતે ઝૂલતો પૂલ તૂટી પડતા અત્યારસુધી 135 લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પર ઘણા પરિવારો હાજર હતા. દુર્ઘટનાને પગલે એક જ ક્ષણમાં આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. મોરબીની આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં વાગ્યા છે અને દેશભરમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં અરવિંદ કેજરીવાલે મોરબીમાં થયેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આની સાથે FIRમાં કંપનીનો ઉલ્લેખ ન હોવાની સાથે આરોપીઓને બચાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ કેજરીવાલે જલદીથી ચૂંટણી જાહેર કરવા પણ ટકોર કરી હતી.

કેજરીવાલે ચૂંટણી જાહેર કરવા કરી અપિલ!
મોરબીની દુર્ઘટના પર અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છું. જ્યારે ઈજાગ્રસ્તો જલદીથી સાજા થાય એવી મારી પ્રાર્થના રહેશે. તેવામાં આ પૂલ ધરાશાયી થયો એની વાત કરીએ તો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવા તરફના સંકેત મળી રહ્યા છે. વળી આ દુર્ઘટનામાં રિપોર્ટ્સના આધારે 150થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે ફરજ પર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ.

કેજરીવાલે વધુમાં કહ્યું કે મીડિયા રિપોર્ટ્સના આધારે મને જાણવા મળ્યું છે કે આ પૂલ બનાવવાની જવાબદારી એક ઘડિયાળ બનાવતી કંપનીને સોંપવામાં આવી હતી. વળી કોઈ ટેન્ડર આપ્યા વિના મેઈનટેનન્સની જવાબદારી કેમ સોંપવામાં આવી એ વિચારવા જેવું છે.

કંપનીના માલિકને પાર્ટી અથવા નેતા સાથે સારા સંબંધ હશે? – કેજરીવાલ
આ કંપની પાસે પૂલ કેવી રીતે બનાવવો અથવા એનું મેઈનટેનન્સ કરવું એનો અનુભવ જ નહોતો, પછી આ જવાદારી કેમ સોંપવામાં આવી એ મોટો પ્રશ્ન છે. તેવામાં કંપનીના માલિકને પાર્ટી અથવા કોઈનેતા સાથે અંગત સારા સંબંધો હોઈ શકે છે. આના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનો આરોપ પણ કેજરીવાલે લગાવ્યો હતો.

ADVERTISEMENT

5 મહિનામાં પૂલ બનાવી દેવાયો- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ પૂલ બનાવવા માટે 7 મહિનાનો સમય અપાયો હોવાનો અહેવાલો દાવો કરી રહ્યા છે. તેવામાં અત્યારે જોવા જઈએ તો 5 મહિનાની અંદર આ પૂલ તૈયાર થઈ ગયો અને ખુલ્લો કેમ મુકાયો એ પ્રશ્ન બધા સામે ઉઠી રહ્યો છે.

FIRમાં કંપનીના માલિકનું કે કંપનીનું નામ કેમ નથી?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે FIRમાં કેમ કંપનીના માલિકનું અથવા કંપનીનું નામ નથી. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે હવે કંપની અને માલિકને બચાવવાનું કામ પણ ગુજરાતમાં શરૂ થઈ ગયું હોય એમ લાગી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT