ગુજરાતના દેણાં અંગે કેજરીવાલે કર્યા ભાજપ પર પ્રહાર કહ્યું, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ચૂંટણી પહેલા હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં થયેલા દેણા અંગે કેજરીવાલે કહ્યું કે, ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું?

ભાજપ પર પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમારી સરકાર બની તે પહેલા અમે કહેતા હતા કે સરકાર પાસે પૈસા નથી અને દિલ્હી સરકાર ખોટમાં ચાલી રહી છે. પરંતુ અમારા આવ્યા પછી દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે અને અમે કેટલુંક મફત પણ આપીએ છીએ. આ લોકો કહે છે કે પંજાબ સરકાર ખોટમાં છે. પરંતુ અમે આવતાની સાથે જ વીજળી ફ્રી કરી દીધી છે. 20000 સરકારી નોકરીઓ બહાર પાડી. શિક્ષકોને કાયમી કર્યા. અમે રડતા નથી કે પૈસા નથી, અમે તો અમારું કામ કરતા જ રહીએ છીએ. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું? આ લોકો બધા પૈસા ખાય છે. અમે સાંભળ્યું છે કે ધારાસભ્યની માસિક કમાણી રૂ. 2000 હતી અને હવે તે 20000 કરોડના માલિક છે. અમે પૈસા ખાતા નથી, અમે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ

કેજરીવાલને જેલમાં ધકેલવાનો પ્રયાસ
વારંવાર અરવિંદ કેજરીવાલજી પર આરોપો લગાવવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મારે કોઈ પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. જો હોત તો હું અત્યારે અહીં બેઠો ન હોત, આ લોકોએ મને પકડીને જેલમાં નાખી દીધો હોત. ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે. આ લોકો માત્ર મારા પર આરોપ લગાવવા અને મને જેલમાં ધકેલી દેવાના પુરાવા શોધી રહ્યા છે. આ લોકોએ કહ્યું કે દારૂના કૌભાંડમાં મનીષ સિસોદિયાનો હાથ છે. જો તેમણે આવું કંઈ કર્યું હોત તો તેમને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોત.

ADVERTISEMENT

ભાજપ આપથી ડરી ગઈ
આજે ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપના લોકો જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે, તે સાબિત કરે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. આ લોકો કોંગ્રેસથી ડરતા નથી, આ લોકો માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કારણ કે લોકો આમ આદમી પાર્ટી સાથે છે. અમે હંમેશા જનતાની સુવિધા માટે શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવા મુદ્દાઓની વાત કરીએ છીએ તેથી ભાજપ ડરેલી છે.

    follow whatsapp

    ADVERTISEMENT