Manoj Sorathiya પર હુમલો થતા AAP એક્શનમાં, કેજરીવાલે CMને અને ઈટાલિયાએ પાટીલને ઘેર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગણેશ મંડપના મુલાકાત માટે ગયેલા AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર સીમાડા નાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ કથિત રીતે ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે. બીજી તરફ ગોપાલ ઈટાલિયા તથા ઈસુદાન ગઢવીએ પણ ભાજપને આડેહાથ લઈને સી.આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી પર પ્રહાર કર્યા છે.

કેજરીવાલે ટ્વીટ કરી દોષિતોને સજા કરવા અપીલ કરી
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રકારે વિપક્ષના લોકો પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો, આ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિયોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.

ADVERTISEMENT

હુમલાખોરોએ ચશ્મા તોડી નાખ્યા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો
વીડિયોમાં વધુમાં કહેવાયું છે કે, “આ સમયે અમુક ભાજપના અસામાજિક તત્વો પહેલાથી તૈયાર હતા. તેમણે મનોજભાઈના ચશ્મા ખેંચી લીધા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો અને સીધો જ હુમલો કરી લીધો. લાકડાના ફટકા મારવા લાગ્યા. અમે વચ્ચે પડ્યા છતાં મોટું ટોળું હતું. 8થી 10 જેટલા લોકો હતા. જેમાં દિનેશ દેસાઈ નામનો માથાભારે વ્યક્તિ પણ હતો. તેણે હુમલો કર્યો, તેની સાથે બીજા દારૂ પીધેલા લોકો હતા. અમને બધા લોકોને મારવાનો પ્રયાસ કર્યો. તેમણે મનોજભાઈને ટાર્ગેટ બનાવ્યા અને માથામાં ઘા માર્યો અને તેમને મારી નાખવા આખી તરકીબ બનાવી હતી.”

ગોપાલ ઈટાલિયાએ પાટીલ પર કર્યો આક્ષેપ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આપના વધતા ગ્રાફથી ડરીને ગભરાઈને હિંસા પર ભાજપના ગુંડાઓ આવી ગયા છે. 27 વર્ષથી તમારી સરકાર છે તો આટલી બધી ડરવાની શા માટે જરૂર પડે છે. આજે સવારે કચ્છમાં અરજણભાઈ રબારી પર હુમલો કર્યો. સત્તા જવાના ડરના કારણે અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે સી.આર પાટીલે ભાજપ સંગઠનમાં આદેશ આપ્યો છે કે ભાજપમાં ગુંડાઓ છે તેઓ આપ સાથે હિંસામાં ઉતરી જાય.

ADVERTISEMENT

ઈસુદાન ગઢવીએ ગૃહમંત્રીનું રાજીનામું માગ્યું
બીજી તરફ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભ્રષ્ટ ભાજપથી ગુજરાત સંભાળી નથી શકાતું કે પછી વિપક્ષને કચડી નાખવા માટે હત્યાઓ કરવાનો પ્લાન છે. આ સાથે તેમણે DGP અને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની પણ માગણી કરી છે.

ADVERTISEMENT

મનોજ સોરઠિયાને સ્મિમેર ખસેડાયા
નોંધનીય છે કે, મનોજ સોરઠિયાના માથાના ભાગમાં લાકડીના ફટકા મારવાથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે 108 મારફતે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT