કર્ણાટક: પત્નીના પ્રેમીનું ગળું કાપી પીધું લોહી, ઘટનાનો વીડિયો થયો વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કર્ણાટક: ચિક્કાબલ્લાપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના એક ગામમાં રાક્ષસ બની ગયેલા એક વ્યક્તિએ તેના મિત્રનું ગળું કાપી નાખ્યું અને પછી તેનું લોહી પીવા લાગ્યો. અન્ય એક મિત્રએ આરોપીનું આ જઘન્ય કૃત્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની ઓળખ વિજય તરીકે થઈ છે, જે ચિંતામણિ વિસ્તારના બટલાહલ્લી ગામનો રહેવાસી છે. વિજયની પત્નીને મારેશ સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનું જણાવાયું હતું. આ હુન્નસમાં વિજયે તેના મિત્ર મેરેશને રસ્તામાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેના કારણે 19મી જૂને વિજય તેના મિત્ર જ્હોન સાથે કોઈ બહાને મારેશને નજીકના જંગલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મારેશનું ગળું કાપી તેનું લોહી પી લીધું હતું.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો કર્ણાટકના ચિક્કાબલ્લાપુરનો છે. આ સમગ્ર ઘટના વ્યક્તિના અન્ય મિત્ર દ્વારા કેમેરામાં કેદ થતાં મામલો સામે આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ વિજય છે. વિજયને શંકા હતી કે તેના મિત્ર મેરેશને તેની પત્ની સાથે અફેર છે. આ પછી વિજયે તેના મિત્ર મારેશને મળવાનું કહ્યું. આ પછી ગુસ્સામાં આવીને વિજયે તિક્ષ્ણ હથિયાર વડે મારેશનું ગળું કાપી નાખ્યું હતું. વિજયના બીજા મિત્ર જ્હોને આ આખો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. વીડિયોમાં વિજય લોહી પીતો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

આ ભયંકર કૃત્ય તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ થયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈ પોલીસ હરકતમાં આવી હતી.પીડિતા મારેશની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, કોઈએ જંગલમાંથી ઘાયલ મારેશને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. જ્યાં સારવાર બાદ તેનો જીવ બચી ગયો હતો. હાલમાં પીડિતાની હાલત સારી છે અને તે રજા લઈને ઘરે પરત ફર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT