કન્હૈયા કુમારે કહ્યું- AAP, ભાજપની A કે B ટીમ નથી; બંને એક જ છે; કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં અત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામી ચૂક્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કહ્યું કે AAP, ભાજપની A કે B ટીમ નથી પરંતુ બંને એક જ ટીમ છે. રાજ્યના લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી એમના માટે કોઈ એક વિકલ્પ હોય તો એ કોંગ્રેસ જ છે. આ દરમિયાન ગુજરાતીઓ વિશે પણ મોટુ નિવેદન આપ્યું હતું. ચલો સમગ્ર ચર્ચા પર નજર કરીએ…

ગુજરાત આજે જે વિચારે એ ભારત કાલે વિચારે છે- કન્હૈયા કુમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન 1 અને 5 ડિસેમ્બરે થશે. ત્યારે કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કહ્યું કે ગુજરાત અત્યારે જેવું વિચારે છે એ ભારત આવતીકાલે વિચારે છે. રાજ્યમાં અત્યારસુધી જોવા જઈએ તો ઘણી સારી પહેલો થતી આવી છે. આનો સ્પષ્ટપણે અંદાજો ચૂંટણી પરિણામથી આવશે એમ લાગી રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે અત્યારે જો ગુજરાતની જનતા ભાજપથી ખુશ હશે તો આ પાર્ટીને જ જીતાડશે પરંતુ જો પરિવર્તન ઈચ્છતી હશે તો કોંગ્રેસને મત આપશે.

આમ આદમી પાર્ટી અને ભાજપ એક જ ટીમ છે- કન્હૈયા કુમાર
કન્હૈયા કુમારે કહ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2017ની ચૂંટણીમાં ભાજપને સમજાઈ ગયું હતું કે તે આગામી ગુજરાતની ચૂંટણી જીતી શકશે નહીં, તેથી તે આમ આદમી પાર્ટીને અહીં લાવી છે. તેમણે વધુમાં કહ્યું કે AAP એ ભાજપની ટીમ A કે B હોવાનો સવાલ જ નથી, ભાજપ અને AAP એક જ ટીમ છે.

ADVERTISEMENT

બંને પાર્ટી વચ્ચે વૈચારિક તફાવત નથી- કન્હૈયા કુમાર
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે વધુમાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદી અને દિલ્હીના સીએમ કેજરીવાલના સપના એક સમાન જ છે, તો પછી તેમની વચ્ચે વૈચારિક તફાવત શું છે?, નફરત, હિંસા અને ધ્રુવીકરણની રાજનીતિ વચ્ચે આમ આદમી પાર્ટી પણ પોતાની રાજનીતિ કરવા માંગે છે. તો આવામાં વૈચારિક તફાવત શું છે?

ઉલ્લેખનીય છે કે, કન્હૈયા કુમાર અત્યારે કોંગ્રેસમાં છે. અગાઉ તે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)માં હતા. કન્હૈયા કુમાર દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ તે CPIના બેનર હેઠળ બિહારની બેગુસરાઈ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડ્યા હતા.

ADVERTISEMENT

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાને BJPના મુખ્ય દાવેદાર તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

    follow whatsapp

    ADVERTISEMENT