સરકારની કચાસને કાંધલ જાડેજાએ કરી પૂર્ણ, ફરી એક વખત ખેડૂતો માટે છોડાવ્યું પાણી
અજય શીલું, પોરબંદર: રાજ્યમાં સરકાર ખેડૂતની આવક બમણી કરવા માટે અને યોજનાઓ તૈયાર કરે છે. પરંતુ પાક માટે પાણીની વ્યવસ્થા કરવામાં ક્યાંક કસર રહી છે.…
ADVERTISEMENT
અજય શીલું, પોરબંદર: રાજ્યમાં સરકાર ખેડૂતની આવક બમણી કરવા માટે અને યોજનાઓ તૈયાર કરે છે. પરંતુ પાક માટે પાણીની વ્યવસ્થા કરવામાં ક્યાંક કસર રહી છે. અને બીજી તરફ ખેડૂતોને શિયાળુ પાક માટે હાલમાં પાણીની જરૂર હોય છે. શિયાળ દરમિયાન ડેમમાં સિંચાઈ માટેના પાણી સલામત છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ડેમના તલ ખૂટી પડે છે. આ દરમિયાન સરકારની પાણી પૂરી પાડવાની કચાશને કુતિયાણાના ધારાસભ્યએ પુરી કરી છે. કુતિયાણાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના સ્વ ખર્ચે ભાદર-2 ડેમમાંથી પાણી છોડાવીને ખેડૂતોને વહારે આવ્યા છે.
કાંધલ જાડેજા ફક્ત આ વ્યક્તએ જ નહીં પરંતુ છેલ્લા 11 વર્ષથી પોતાના સ્વખર્ચે ખેડૂતો માટે પાણી છોડાવી રહ્યા છે. કાંધલ જાડેજાએ પોતે રૂપિયા ભરીને ખેડૂતોનો ટેકો બન્યા છે. ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમ ખાતેથી આ પાણી છોડવામાં આવતાં ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિત ઘેડ અને પોરબંદર સહિત ના વિસ્તારના ભાદર કાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ફાયદો મળે છે.
સતત ત્રીજી વખત સ્વખર્ચે પહોંચાડ્યું પાણી
કુતિયાણા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા 3 દિવસ પહેલા 3,30,000 રૂ. ભરીને 150 MCFT (32000 ક્યુસેક) પાણી છોડાવવામાં આવ્યું હતું. ઘેડ પંથક સુધી પાણીના પહોંચવાને લીધે આજરોજ ફરી વખત 50 MCFT (16000 ક્યુસેક) પાણી છોડાવ્યું. કાંધલ જાડેજાએ ત્રીજી વખત આજરોજ પોતાના સ્વખર્ચે રૂ. 1,10,000 જેવી રકમ ભરીને ખેડૂતો માટે પાણી છોડાવ્યું છે અને ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
16000 હેક્ટર જમીનમાં ખેડૂતોને લાભ મળશે
છેલ્લા ચાર દિવસમાં કુલ 200 MCFT (48000 ક્યુસેક) પાણીનો જથ્થો ભાદર નદીમાં કાંધલ જાડેજા દ્વારા સાડા ચાર લાખ રૂપિયાના પોતાના સ્વખર્ચે ખેડૂતો માટે પાણી છોડાવ્યું છે. ભાદરકાંઠાના ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ અને પોરબંદર તાલુકાના 100 જેટલા ગામોને પાણી પહોંચશે. ભાદર નદીમાં છોડવામાં આવેલા આ પાણીથી 16000 હેક્ટર જમીનમાં ખેડૂતોને પિયત માટે પાણીનો લાભ મળશે
ADVERTISEMENT