BJPએ ‘કમા’ને ઉતાર્યો ચૂંટણી પ્રચારનાં મેદાનમાં, ડાયરાની જેમ અહીં પણ ‘ધૂમ’ એન્ટ્રી કરી…
ભાવનગરઃ ગુજરાતમાં અત્યારે ચૂંટણીની પૂર્વ તૈયારીઓ પેઠે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપ પણ મેદાનમાં ઉતરી ગઈ છે. તેવામાં હવે ભાવનગર શહેરમાં…
ADVERTISEMENT
ભાવનગરઃ ગુજરાતમાં અત્યારે ચૂંટણીની પૂર્વ તૈયારીઓ પેઠે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપ પણ મેદાનમાં ઉતરી ગઈ છે. તેવામાં હવે ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘કમા’ને મેદાનમાં ઉતાર્યો છે. કમો ભાજપનો ખેસ પહેરીને હાથમાં ધ્વજ લહેરાવતો નજરે પડી રહ્યો છે. લોકો તેની સાથે સેલ્ફિ લેતા પણ જોવા મળ્યા હતા. ચલો આના પર વિગતે ચર્ચા કરીએ…
ડાયરાથી ચૂંટણી પ્રચાર સુધી કમાની બોલબાલા
ઉલ્લેખનીય છે કે કિર્તિદાન ગઢવીના ડાયરાથી ખ્યાતી મેળવનાર કમો અત્યારે ચૂંટણી પ્રચારમાં પણ સુપર હિટ બની ગયો છે. ભાજપે તેને ભાવનગર ખાતે મેદાનમાં ઉતાર્યો છે. કમો અત્યારે ભાજપનો ધ્વજ ફરકાવી પ્રચાર કરતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કમો મેદાને પડ્યો છે. તે જેવી રીતે ડાયરામાં એન્ટ્રી મારે છે તેવી જ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં પ્રવેશ કરતો નજરે પડ્યો છે.
ADVERTISEMENT
કારના સનરૂફથી ભાજપનો ધ્વજ ફરકાવ્યો
કમો ગાડીના સનરૂફથી બહાર આવી ભાજપનો ધ્વજ ફરકાવવા લાગ્યો હતો. આ દરમિયાન લોકોએ પણ જોરશોરથી તેને વધાવ્યો હતો. અત્યારે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા કમાને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારતા ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT