કાલાવાડ બેઠક પર દિગ્ગજ નેતાએ કર્યું છે પ્રતિનિધિત્વ, જાણો આ બેઠકનું અતઃ થી ઇતિ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતભરમાં માહોલ ગરમ છે. ભાજપ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતરી છે ત્યારે કોંગ્રેસ 27 વર્ષના સત્તા વનવાસથી પરત ફરવા મેદાને…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતભરમાં માહોલ ગરમ છે. ભાજપ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતરી છે ત્યારે કોંગ્રેસ 27 વર્ષના સત્તા વનવાસથી પરત ફરવા મેદાને આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત પર ફોકસ કરી રહી છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે જામનગર જિલ્લાની કાલાવાડ (76) વિધાનસભાનું રાજકીય સમીકરણ અને ઇતિહાસ પર નજર કરીએ.
મતવિસ્તાર
કાલાવાડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 76મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં કાલાવાડ તાલુકો, જોડિયા તાલુકો, ધ્રોલ તાલુકો અને પડધરી તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક
આ બેઠક પર પાટીદાર ઉપરાંત એસ.સી., એસ.ટી. મતદારોનો દબદબો જોવા મળી રહ્યો છે. નવા સીમાંકન અનુસાર કાલાવાડ વિધાનસભા મતવિસ્તારને અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરાઈ છે. આ બેઠક પર 1985થી 2012 સુધી ભાજપનું જ શાસન રહ્યું. આ ગણતરીએ વર્ષ 1985થી 7 વખત એટલે કે 35 વર્ષ સુધી ભાજપનો દબદબો રહ્યો.
ADVERTISEMENT
35 વર્ષ બાદ બદલાયું સમીકરણ
આ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે. કાલાવાડ વિધાનસભા બેઠક પર 1985 થી 2012 સુધી ભાજપનું શાસન હતું. 1985થી કાલાવાડ વિધાનસભા બેઠક પર 7 વખત એટલે કે 35 વર્ષથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. આમ, 2017ની વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા. કાલાવાડ વિધાનસભા બેઠક પર સતત 7 વખત ચૂંટાયા બાદ કોંગ્રેસ સામે ભાજપે હારનો સ્વાદ ચાખ્યો હતો.
2017નું ગણિત
કાલાવાડ વિધાનસભા સીટ એસ સી. અનામત છે. આ સીટ પર કુલ 233413 મતદારો નોંધાયા છે. જેમાંથી 120340 પુરુષ મતદારો તથા 113071 મહિલા મતદારો અને અન્ય 2 મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ખૈયાડા મુલજીભાઈ ડાયાભાઈ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મુસાડીયા પ્રવિણભાઈ નરશીભાઈ મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 78085 મત (59.48%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 45134 મત (34.36%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મુસાડીયા પ્રવિણભાઈ વિજેતા થયા હતા.
ADVERTISEMENT
2017ની વિધાનસભાની ચૂંટણીમાં13 પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 2 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. કાલાવાડ બેઠક પર વર્ષ 2017માં કુલ 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુમાવી હતી.
ADVERTISEMENT
2017માં હાર જીતનું માર્જિન
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કાલાવાડ વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના પ્રવિણ મુસડિયાએ ભાજપના મુળજીભાઈ ઘૈયાડાને 32951 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કાલાવાડ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 61.05 ટકા મતદાન થયું હતું.
કેશુભાઈ પટેલ ચૂંટણી લડી ચૂક્યા છે
આ બેઠક પરથી 1985માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1985થી 2012 સુધી સતત આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આ બેઠક પરથી રાઘવજી પટેલ 1990 અને 1995માં અને આર સી ફળદૂ 1998, 2002 અને 2007માં વિજયી થયા હતા. 2012માં ભાજપના મેઘજી ચાવડાનો વિજય થયો હતો. જોકે 2017માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી.
મતદાર
કાલાવાડ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,33,413 છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,13,071 છે તો પુરુષ મતદારોની સંખ્યા 1,20,340 છે. જ્યારે અન્ય 2 મતદાર છે.
2022માં આ ઉમેદવારો વચ્ચે જામશે જંગ
વર્ષ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. રાજ્યભરમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આ દરમિયાન જામનગરની કાલાવાડ બેઠક પર 5 ઉમેદવાર મેદાને ઉતરી ચૂક્યા છે. ત્યારે 1 ડિસેમ્બરે મતદાન થશે. 5 ઉમેદવારનું ભાવિ EVM માં કેદ થશે અને 8 ડિસેમ્બરે જનાદેશ જાહેર થશે.
- કોંગ્રેસ- પ્રવીણ મુસડીયા
- ભાજપ- મેઘજીભાઈ ચાવડા
- આપ- ડૉ. જીગ્નેશ સોલંકી
- અપક્ષ- પ્રવીણ ચૌહાણ
- બસપા- મહેન્દ્ર ચૌહાણ
રાજકીય ઇતિહાસ
આ બેઠક પર એક વખત વર્ષ 1981માં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત કુલ 14 વખત ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ 7 વખત વિજેતા થયું છે. 1985થી 2017 સુધી ભાજપની સત્તા રહી હતી. 2017માં કોંગ્રેસે ભાજપનો આ ગઢ છીનવ્યો હતો. આ ચૂંટણીમાં કોગ્રેસ આ સીટ ટકાવી રાખશે કે ભાજપ આ બેઠક છીનવી લેશે? ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે. આ વખતે ત્રણ પક્ષો મેદાનમાં છે ત્યારે કાલાવાડ ના મતદારો કોને પસંદ કરે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.
કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાણજી ભીમજી ધુધાગરા વિજેતા થયા.
1967- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બી.બી. પટેલ વિજેતા થયા
1972- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભીમજીભાઈ પટેલ વિજેતા થયા
1975- અપક્ષના ઉમેદવાર ભીમજીભાઈ પટેલ વિજેતા થયા
1980- અપક્ષ ઉમેદવાર ભીમજીભાઈ પટેલ વિજેતા થયા
1981- (પેટા ચૂંટણી) અપક્ષ ઉમેદવાર ટી.કે. કારાભાઈ વિજેતા થયા
1985- ભાજપના ઉમેદવાર કેશુબભાઇ પટેલ વિજેતા થયા
1990- ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
1995- ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડા વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મુસાડીયા વિજેતા થયા
ADVERTISEMENT