કાલાવાડ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ સીટનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. દેશના નેતાઓનો ગુજરાત પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની તૈયારી પૂર જોશ સાથે કરી રહી છે. ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગના ચોખટા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર તમામની નજર ટકેલી છે ત્યારે જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકની છેલ્લી ચૂંટણીના પરિણામોના રાજકીય સમીકરણો તમને વિચારતા કરી મૂકે તેવા છે.

35 વર્ષ બાદ બદલાયું સમીકરણ
આ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે. કાલાવડ વિધાનસભા બેઠક પર 1985 થી 2012 સુધી ભાજપનું શાસન હતું. 1985થી કાલાવડ વિધાનસભા બેઠક પર 7 વખત એટલે કે 35 વર્ષથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. આમ, 2017ની વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા. કાલાવડ વિધાનસભા બેઠક પર સતત 7 વખત ચૂંટાયા બાદ કોંગ્રેસ સામે ભાજપે હારનો સ્વાદ ચાખ્યો હતો.

2017નું ગણિત
કાલાવાડ વિધાનસભા સીટ એસ સી. અનામત છે. આ સીટ પર કુલ 233413 મતદારો નોંધાયા છે. જેમાંથી  120340 પુરુષ મતદારો તથા 113071 મહિલા મતદારો અને અન્ય 2 મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ખૈયાડા મુલજીભાઈ ડાયાભાઈ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મુસાડીયા પ્રવિણભાઈ નરશીભાઈ મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 78085 મત (59.48%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 45134 મત (34.36%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મુસાડીયા પ્રવિણભાઈ વિજેતા થયા હતા.

ADVERTISEMENT

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
આ બેઠક પર પાટીદાર ઉપરાંત એસ.સી., એસ.ટી. મતદારોનો દબદબો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર એક વખત વર્ષ 1981માં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત કુલ 14 વખત ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ 7 વખત વિજેતા થયું છે. 1985થી 2017 સુધી ભાજપની સત્તા રહી હતી. 2017માં કોંગ્રેસે ભાજપનો આ ગઢ છીનવ્યો હતો. આ ચૂંટણીમાં કોગ્રેસ આ સીટ ટકાવી રાખશે કે ભાજપ આ બેઠક છીનવી લેશે? ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે. આ વખતે ત્રણ પક્ષો મેદાનમાં છે ત્યારે કાલાવડના મતદારો કોને પસંદ કરે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાણજી ભીમજી ધુધાગરા વિજેતા થયા.
1967- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બી.બી. પટેલ વિજેતા થયા
1972- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભીમજીભાઈ પટેલ વિજેતા થયા
1975- અપક્ષના ઉમેદવાર ભીમજીભાઈ પટેલ વિજેતા થયા
1980- અપક્ષ ઉમેદવાર ભીમજીભાઈ પટેલ વિજેતા થયા
1981- (પેટા ચૂંટણી) અપક્ષ ઉમેદવાર ટી.કે. કારાભાઈ વિજેતા થયા
1985- ભાજપના ઉમેદવાર કેશુબભાઇ પટેલ વિજેતા થયા
1990- ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
1995- ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડા વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મુસાડીયા વિજેતા થયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT