કડીના વિદ્યાર્થીએ કરી કમાલની શોધ, ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના રોકવામાં પોલીસને મળશે મોટી મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં દારૂબંધી છતાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો ઘણીવાર આવતા હોય છે અને નશામાં વાહન હંકારવાના કારણે જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોય છે. એવામાં BCAના એક વિદ્યાર્થીએ એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેનાથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સાથે અકસ્માતો પણ ઘટી જશે. આટલું જ નહીં કારમાં ગેસ લિકેજની સમસ્યા થતી જાનહાનિનો ઉકેલ પણ આ પ્રોજેક્ટથી આવી શકે તેમ છે.

સાયન્સ સિટીમાં મૂકાયો વિદ્યાર્થીનો પ્રોજેક્ટ
કડી સર્વ વિદ્યાલયના BCAના વિદ્યાર્થીએ હિતેશ પટેલે પોલીસ તંત્ર માટે માથાના દુઃખાવા સમાન બનેલી ડ્રિંક એન્ડ ડ્રાઈવની સમસ્યાનું સોલ્યુશન શોઢી કાઢ્યું છે. હિતેશના આ પ્રોજેક્ટને અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાલતા સાયન્સ કાર્નિવલમાં પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યો છે. હિતેશ પટેલનો આ પ્રોજેક્ટ આ સાથે કારમાં ગેસ લિકેજની સમસ્યા થવા પર પણ જાનહાનિ ટાળવામાં ઘણો મદદરૂપ થઈ શકે એમ છે.

આ પણ વાંચો: આ તો હોસ્પિટલ છે કે… રાજકોટ સિવિલમાં દારૂના જથ્થા સાથે યુવક પકડાયો, પૂછપરછમાં વધુ 3 પેટી મળી

ADVERTISEMENT

ડિવાઈસમાં લાગેલું સેન્સર અટકાવશે અકસ્માતની ઘટના
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હિતેશ જણાવે છે કે, તેણે સ્માર્ટ કાર્ડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં ડિવાઈસમાં ગેસ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સેન્સરની મદદથી કોઈ વ્યક્તિ કારમાં ડ્રિંક કરીને બેસે કે ડ્રાઈવ કરે તો કાર ઓટોમેટિક બંધ થઈ જશે. આવી જ રીતે કારમાં જો ગેસ લીકેજ થાય તો પણ તે ઓટોમેટિક બંધ થઈ જશે. ત્યારે આ સેન્સર અકસ્માત ટાળવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કેવી રીતે કામ કરે છે સેન્સર?
હિતેશે તૈયાર કરેલા આ પ્રોજેક્ટમાં લગાવવામાં સેન્સર સૌથી મહત્વપૂર્ણ છે. જે આલ્કોહોલ કે ગેસની સ્મેલ આવતા જ કારને બંધ કરી દે છે. એટલે તેનાથી કાર આગળ જતા અટકવાથી અકસ્માત થતા ટાળી શકાય છે. બીજી તરફ કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ આ આઈડિયા કે પ્રોજેક્ટથી કારમાં આ પ્રકારનું સેન્સર લગાવી આકસ્મિક ઘટનાઓ ટાળી શકે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT