કબ્બડી ખેલાડીઓ માટે ટોઈલેટમાં જમવાનું બનાવાયું અને પીરસાયું, વીડિયો વાઈરલ થતા હોબાળો
ઉત્તરપ્રદેશ: સહારનપુરમાં ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કબ્બડી પ્રતિયોગિતામાં ખેલાડીઓને ટોઈલેટમાં બનેલી વાનગીઓ ખાવાની ફરજ પડી હતી. આનો વીડિયો વાઈરલ થતા સહારનપુરના સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાને…
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશ: સહારનપુરમાં ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કબ્બડી પ્રતિયોગિતામાં ખેલાડીઓને ટોઈલેટમાં બનેલી વાનગીઓ ખાવાની ફરજ પડી હતી. આનો વીડિયો વાઈરલ થતા સહારનપુરના સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ જિલ્લા અધિકારીએ તપાસ સમિતિની રચના કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સહારનપુરના ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સબ જૂનિયર કબ્બડી પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે. આ ત્રણ દિવસીય પ્રતિયોગિતામાં સ્ટેટ લેવલના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે 16થી 19 સપ્ટેમ્બર સુધી ચાલી હતી, આમાં 17 ટીમોએ ભાગ લીધો હતો. એટલે કે લગભગ 200થી વધુ લોકોની ટીમ રમવા માટે આવી હતી. આ તમામ ખેલાડીઓ માટે જે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું એ ટોઈલેટમાં બન્યું હતું.
यूपी की कबड्डी खेलने वाली बेटियों को टॉयलेट में खाना परोसा गया।
झूठे प्रचार पर करोड़ों खर्च करने वाली BJP सरकार के पास हमारे खिलाड़ियों के लिए अच्छी व्यवस्था करने के पैसे नहीं हैं।
धिक्कार है! pic.twitter.com/UazJvCrWPB
— Congress (@INCIndia) September 20, 2022
ADVERTISEMENT
અધિકારીઓની વિરોધાભાસી દલીલ
ખેલાડીઓને ટોઈલેટમાં બનેલું ભોજન પિરસવામાં આવ્યું હતું અને ત્યાં જ ખાવા માટેની યોજના કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ દરમિયાન ભાત પણ કાચા હતા. તેવામાં આવી ગંભીર બેદરકારીના પગલે સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાએ કહ્યું હતું કે જ્યારે જમવાનું બની રહ્યું હતું ત્યારે ભાત ખરાબ આવ્યા હતા જેને ફેંકી ફરીથી બનાવવામાં આવ્યા હતા. જોકે ટોઈલેટમાં જમવાનું બનાવવા મુદ્દે અધિકારીએ અલગ જ દલીલો કરી હતી.
સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાએ કહ્યું કે વરસાદના કારણે સ્વિમિંગ પુલની પાસે ચેન્જિંગ રૂમમાં જમવાનું બનાવવાનો સામન રાખવામાં આવ્યો હતો. પરંતુ સ્ટેડિયમની ચારેય બાજુ જોઈએ તો નિર્માણ કાર્ય જ ચાલતું હતું. અને વાઈરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જમવાનું ટોઈલેટમાં બનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા
વીડિયો વાઈરલ થતા જિલ્લા અધિકારી અખિલેશ સિંહે રજનીશ કુમારને તપાસ કરવાનો આદેશ આપ્યો અને રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. આની સાથે જ તેમણે કહ્યું કે પ્રતિયોગિતામાં ભાગ લેનારા ખેલાડીઓના મોબાઈલ નંબર લેવામાં આવે અને આ અંગે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવે. જોકે ખેલાડીઓને ભોજન પિરસવા માટે ટોઈલેટને કિચન તરીકે ઉપયોગ કરવાના કેસમાં અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT