જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની તારીખમાં કરવામાં આવ્યો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ GPSC વર્ગ 1 અને 2 તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ એક જ તારીખે હોવાથી જે પરીક્ષાર્થીઓએ બંને પરીક્ષા માટે અરજી કરી છે તે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. અને ઠેર-ઠેરથી બન્ને માંથી કોઈ પરીક્ષાની તારીખ બદલવા માટેની રજૂઆત વિદ્યાર્થીઓએ કરી હતી. આ બાબતે  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા  જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આગામી 29 જાન્યુઆરી,2023ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળન યાદીમાં જણાવ્યા અનુસાર જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પણ યોજાનાર હતી જેથી આગામી તારીખ 29 જાન્યુઆરી,2023ને રવિવારના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન જુનિયર ક્લાર્ક વર્ગ-3ની લેખિત પરીક્ષા યોજવામાં આવશે. આ જ કારણોસર ગ્રામ પંચાયત સેક્રેટરી  વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
આટલી ભરતી માટે છે પરીક્ષા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જૂનિયર ક્લાર્કની કુલ 1181 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી જ્યારે   ગ્રામ પંચાયત સેક્રેટરીની (તલાટી કમ મંત્રી) કુલ 4337 જગ્યાઓ પર ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓમાં સમાન્ય માટે 1557, ઈડબ્લ્યુએસ માટે 331, એસઈબીસી માટે 851, અનુસુચિત જાતિ માટે 259, અનુસુચિત જન જાતિ માટે 439, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 251, માજી સૈનિક માટે અનામત જગ્યા 330 રાખવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT