વિદેશમાં ડોલર કમાવવા ગયેલા જૂનાગઢના યુવક સાથે એજન્ટ અને કંપનીએ કાંડ કરી નાખ્યો, માંડ નર્કમાંથી છૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: વિદેશમાં સારા પગાર અને ડોલર કમાવવાની લાલચે જતા યુવાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના તલાલાના યુવકને ડોલર કમાવવાની આશાએ મ્યાનમારમાં ગયેલા યુવકને ઓરડામાં ગોંધી રાખવામાં આવતો હતો. યુવકે ફોન પર પરિવારને જાણ કરતા પોલીસે તેનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

દુબઈથી વધુ પૈસાની લાલચે મ્યાનમાર લઈ ગયો એજન્ટ
વિગતો મુજબ, તાલાલાનો 20 વર્ષનો નિરવ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી માટે ગયો હતો. 3 મહિના સુધી તેણે ત્યાં નોકરી કરી બાદમાં દુબઈના એક એજન્ટે થાઈલેન્ટમાં નોકરી પર જવાનું કહીને મ્યાનમારના વિઝા બનાવી આપ્યા અને તેને 12મી ડિસેમ્બરે મ્યાનમારમાં લઈ જવાયો. જોકે ત્યાં પહોંચતા તેને કંપની ફ્રોડ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી નિરવે નોકરી છોડીને ભારત પરત જવાનું કહેતા કંપનીના સંચાલકોએ તેની સાથે બીજા 7 જેટલા યુવકને યાંગોન શહેરમાં એક ઓરડામાં ગોંધી રાખ્યા હતા. અને ગ્રાહકો શોધવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. જો ટાર્ગેટ પૂરો ન થાય તો ઝાડ પર લટકાવીને યુવકોને મારવામાં આવતા સાથે 5-5 દિવસ સુધી ખાવાનું પણ નહોતા આપતા. નિરવ સાથે અન્ય ચાર યુવાનો ઉત્તર પ્રદેશના અને 3 ઈન્ડોનેશિયાના હતા.

ADVERTISEMENT

યુવકે મ્યાનમારથી પિતાને ફોન કર્યો
જોકે નિરવે ગમે તેમ કરીને ફોનથી પિતાનો સંપર્ક કર્યો અને સમગ્ર હકિકત જણાવી હતી. જે બાદ તેના પિતા જગમાલભાઈએ તલાલા પોલીસ સ્ટેશનમાં આ અંગે માહિતી આપી હતી. ઘટનાની જાણ ગૃહરાજ્ય મંત્રીને થતા તેમણે આ બાબત ગંભીરતાથી લીધી અને વિદેશમાં ગોંધી રખાયેલા ગુજરાતના નિરવને તાત્કાલિક છોડાવી ગુજરાત પરત લાવી પરિવાર સાથે ભેટો કરાવી આપ્યો હતો.

કેવી રીતે ગુજરાત પોલીસે મ્યાનમારમાં બંધક નિરવને છોડાવ્યો?
મ્યાનમારમાં ફસાયેલા નિરવને પરત લાવવા માટે જૂનાગઢના રેન્જ IG અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં કવાયત હાથ ધરાઈ. સૌથી પહેલા ભારત સરકારના ઈમીગ્રેશન વિભાગ તેમજ મ્યાનમારના ઈમીગ્રેશન વિભાગ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર બાબતની જાણ કરાઈ. નિરવનો બાયોડેટા, વિઝા તથા પાસપોર્ટ અને મ્યાનમારના લોકેશનની સંપૂર્ણ માહિતી ભારત સરકારના ઈમીગ્રેશન વિભાગને અપાઈ. ત્યાંથી તે માહિતી મ્યાનમારના ઈમીગ્રેશન વિભાગને મળી અને યોંગાન શહેરમાં ગોંધી રાખેલા નિરવ સહિત તેની સાથેના અન્ય લોકોને પણ ત્યાની એજન્સીઓ દ્વારા સહી સલામત સ્થળે લાવવામાં આવ્યા. ગત 19મી ફેબ્રુઆરીએ નિરવને મ્યાનમારથી ફ્લાઈટમાં કલકત્તા લાવવામાં આવ્યો. અહીંથી તેને અમદાવાદ ખાતે અને પછી પોતાના ગામમાં સુરક્ષિત લાવવામાં આવ્યો. આમ નિરવનું ફરીથી તેના પરિવાર સાથે મિલન કરાવાયું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT