શાળાના સ્વયંસેવકથી લઇને શિક્ષણમંત્રી સુધીની જીતુ વાઘાણીની અનોખી રાજકીય સફર

ADVERTISEMENT

jitu vaghani
jitu vaghani
social share
google news

અમદાવાદ: ભુપેન્દ્ર પટેલની સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજકારણની શરૂઆત બાળપણથી જ કરી હતી. એમ પણ કહી શકાય કે રાજકારણના પગથિયાં બાળપણમાં જ ચડવાની શરૂઆત કરી હતી.  શાળામાં સ્વયંસેવક હતા અને નેતૃત્વના ગુણ પણ શાળાના અભ્યાસક્રમ દરમિયાન વિકસાવ્યા હતા. શાળા જીવન બાદ હાઈસ્કૂલમાં આવતાની સાથે જ એબીવીપીમાં જોડાયા. એટલે એમ પણ કહી શકાય કે જીતુ વાઘાણીએ રાજકારણમાં આવવા વિદ્યાર્થી સંગઠનને પગથિયું બનાવ્યું હતું. વર્ષ 1991 થી 1997 સુધી ભાવનગર યુનિવર્સીટીના સેનેટ તરીકે એબીવીપી તરફથી ચૂંટાઈ આવ્યા હતા. આમ શાળા જીવન દરમિયાન જ રાજકારણ તરફ ડગલાં માંડવા લાગ્યા હતા અને જીતુ વઘાણી શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યા.

રાજકીય પગથિયાં ચડી બન્યા પ્રદેશ પ્રમુખ
વાઘાણી ડાઉન ટુ અર્થ નેતા માનવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેમણે રાજકીય પગથિયાં ચડવામાં કોઈ કચાસ રાખી ન હતી. વર્ષ 1990-91માં ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી રહ્યા હતા. ત્યારબાદ 1993-97માં નગર પ્રાથમિક સિક્ષણ સમિતિના સદસ્ય તથા ભાવનગર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પણ રહ્યા હતા. 1998 થી 2001 દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર રહ્યા હતા. 2003 થી 2009 દરમિયાન ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કાર્યભાળ સાંભળ્યો. 2007માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને શક્તિસિંહ ગોહિલ સામે તેમનો પરાજય થયો. વર્ષ 2012માં ફરી જીતુ વાઘાણીને મેદાને ઉતાર્યા અને કોંગ્રેસપક્ષના ઉમેદવાર મનુ કાનાણીને હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા.

ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તરીકે જીતુ વાઘાણીએ રાજકીય કરિયર શરૂ કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ બનાવાયા તે પહેલા તેમણે પાર્ટીની કોર ટીમ સાથે રહીને કામ કર્યું હતું. ગુજરાતમાં જ્યારે પાટીદાર અને અન્ય જ્ઞાતિઓના આંદોલનો ચરમ પર હતા ત્યારે વાઘાણીને અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું હતું. જીતુ વાઘાણી પ્રથમ ધારાસભ્ય હતા જેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. 20 ઓગસ્ટ 2016થી જીતુ વાઘાણીએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સાંભળી હતી. વાઘાણીને 2017માં ફરી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતારવામાં આવ્યા. ભાવનગર શહેરથી પશ્ચિમ બેઠક રેકોર્ડ માર્જિનથી તેઓ 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.

ADVERTISEMENT

વિવાદ અને વાઘાણી

શિક્ષણ મંત્રીનો પુત્ર ચોરી કરતા ઝડપાયો હતો
તત્કાલીન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી એમ.કે.બી.યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એમ.જે. કોમર્સ કોલેજમાંથી ગેરરીતિ કરતાં 27 કાપલી સાથે ઝડપાયો હતો.આ ઘટનાને રાજકીય વેગ મળતા રાજકીય દબાણ શરુ થયું હતું. રાજકીય દબાણ આવતાની સાથે જ યુનિવર્સિટીના સત્તાધીશોએ મોઢું સીવી લીધું હતું. જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું હતું કે, મારા દીકરાએ ભૂલ કરી છે એવું હું માનું છું, યુનિવર્સિટીના નિયમ મુજબ એને સજા થવી જોઈએ. મારા પરિવારે નક્કી કર્યું છે કે મારો દીકરો આજથી પેપર આપવા નહીં જાય.

હોસ્પિટલનું પૂરું બિલ પણ નથી ચુકવ્યું
ચાર વર્ષ પહેલા વર્ષ 2018માં ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના સસરા અંબાલાલ પરસોત્તમભાઈ ખાબડિયાને મોઢાના કેન્સરની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓને વીસ દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. જીતુ વાઘાણીના સસરાને કેન્સરની સારવાર માટે ૨૫મી મે 2017 થી 13 જૂન સુધી VIP રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ 20 દિવસની સારવારનો ખર્ચ 52,518 થયો હતો પરંતુ રજા લેતી વખતે ફક્ત 175 રૂપિયા અને 50 પૈસા જ બિલ ચુકવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

જીતુ વાઘાણીનો વાણી વિલાપ
રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટના એક જાહેર કાર્યકાર્મમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે ‘જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે.જીતુ  વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો રિક્ષા ચલાવતા તેમજ શેરડી કાઢતા વિડીયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો વાયરલ થયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ AMTS બસમાં બેસીને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અને સવારી દરમિયાન તેમને મુઝવતા અનેક પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ સાથે જીતુ વાઘાણીએ બસમાં ઢોલ પણ વગાડ્યો હતો

    follow whatsapp

    ADVERTISEMENT