PM મોદીની મીટિંગની અસર! તાત્કાલિક પત્રકાર પરિષદ કરી શું બોલ્યા જીતુ વાઘાણી?
ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કમલમ ખાતે ભાજપની કોર કમિટીના સદસ્યો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને દિલ્હી જતા પહેલા લગભગ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કમલમ ખાતે ભાજપની કોર કમિટીના સદસ્યો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને દિલ્હી જતા પહેલા લગભગ 2 કલાક સુધી કોર કમિટી સાથે બેઠકો કરી હતી. આ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા. વડાપ્રધાનની બેઠક બાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી.
ભાજપ-સરકારનું કામ પ્રજા સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન મેળવ્યું
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, અમને આનંદ છે કે, કોર કમિટીની આગેવાનો દ્વારા વિનંતી કરાતા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની વિનંતીથી વડાપ્રધાને કોર કમિટીને માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શનમાં કાર્યકર્તાઓ થકી સરકારની યોજનાઓ છેવાડાના પહોંચાડવા માટે ચર્ચા થઈ હતી. ઘણી બધી વિગતો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલે સંગઠન અને સરકારની ગતિવિધિ અને કામગીરી તેમની સમક્ષ મૂકી હતી. જેને વડાપ્રધાને વધાવી હતી. ભાજપ અને સરકારનું કામ પ્રજા સુધી પહોંચે અને વધુને વધુ સેવાનો ભાવ છે, જે નથી પહોંચ્યા ત્યાં પહોંચે તે માટે પણ માર્ગદર્શન અમને મળ્યું છે.
ADVERTISEMENT
ચૂંટણીમાં અમારો એજન્ડા માત્ર વિકાસનો
તેમણે વધુમાં કહ્યું કે, 20 વર્ષમાં થયેલો રાજ્યનો વિકાસ, તમામ વર્ગો હોય, તેમના જીવનનો બદલાવ અંગે અમે ચર્ચા કરી. જનતામાં જે પ્રકારની સ્વીકૃતિ છે, યુવાનોને તક ભાજપના શાસનમાં મળી છે. ચૂંટણી છે ત્યારે માત્રને માત્ર વિકાસ એ જ અમારો એજન્ડા રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ જાહેર જીવન અને સરકારમાં આ શબ્દ આપ્યો હતો. વિકાસમાં જ તમામ પ્રશ્નોનો જવાબ છે. વિકાસ જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને અને જ્યાં પહોંચ્યો છે ત્યાં વધુ મજબૂત કરીને આ વિકાસના એજન્ડા સાથે ભાજપની કોર કમિટીના લોકોએ માર્ગદર્શન લીધું છે.
કચ્છના સ્મૃતિ વનની મુલાકાત લેવા અપીલ કરી
જીતુ વાઘાણીએ કહ્યું, વડાપ્રધાને જે રીતે સ્મૃતિ વનને ખીલવવાની વાત કરી છે, ત્યારે ભાજપે નક્કી કર્યું છે, સામાજિક સંસ્થા, વ્યાપારીઓ અને ભાજપના કાર્યકર્તાઓ, સામાન્ય જનતા ઓછામાં ઓછા એકવાર સ્મૃતિ વનની મુલાકાત લે તો ધ્યાનમાં આવે કે, વિશ્વસ્તરનું આ પ્રકારની સંવેદનાનું વિકાસ કોને કહી શકાય, સંવેદના કોને કહી શકાય અને કચ્છની કાયાપલટ કેવી થઈ છે તે જુએ. ભાજપે નક્કી કર્યું છે કે આ પ્રકારની વ્યવસ્થા આગામી દિવસોમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
કોર કમિટીના સભ્યોએ બેઠક બાદ લીધું ડીનર
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બેઠક બાદ કોર કમિટીના સભ્યો માટે ડીનરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બેઠક બાદ કોર કમિટીના સભ્યોએ સાથે ડીનર કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT