‘ગૌરવ યાત્રા ભાજપના પરાજયની સર્વે યાત્રા છે, લોકોનો આક્રોશ જોતા હાલ ચૂંટણી જાહેર થઈ શકે એમ નથી’
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જે જુદા જુદા જિલ્લાઓમાં થઈને 144 બેઠકો…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જે જુદા જુદા જિલ્લાઓમાં થઈને 144 બેઠકો પર ફરશે. આ વચ્ચે હવે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૌરવ યાત્રા દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે, અને ગુજરાતમાં હાલ ચૂંટણી કેમ જાહેર થાય તેમ નથી તે અંગનું કારણ આપ્યું છે.
જીગ્નેશ મેવાણીએ શું લખ્યું પોસ્ટમાં?
જીગ્નેશ મેવાણીએ ફેસબુકમાં એક પોસ્ટ કરીને જણાવ્યું કે, ગુજરાતના લોકોમાં એક ખાસ ચર્ચા ચાલી ઉઠી છે કે હાલની ચાલી રહેલી ગૌરવ યાત્રા કોઈ પણ રીતે ગૌરવ યાત્રા નથી પરંતુ ભાજપના પરાજયની સર્વે યાત્રા છે. આ યાત્રા માટે લોકોને આક્રોશ જોતા હાલ ચૂંટણી જાહેર થઈ શકે એમ નથી.
ADVERTISEMENT
ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં
નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ત્રણેય મુખ્ય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. તમામ પાર્ટીઓ આ વખતે ચૂંટણીને લઈને મતદારોને પોતાની તરફ આકર્ષવામાં કોઈ તક છોડવા નથી માગતા. એક તરફ ભાજપ ગૌરવ યાત્રા નીકળી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાથી મતદારો સુધી પહોંચી રહી છે. એવામાં જોવાનું રહેશે કે આગામી ચૂંટણીમાં મતદારોને મિજાજ કોના તરફ વધુ રહે છે.
ADVERTISEMENT