વડગામ બેઠકની જનતાને ગદ્દાર કહેવા મામલે જગદીશ પંચાલને જીગ્નેશ મેવાણીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ભલે પૂર્ણ થઈ ચૂકી પરંતુ રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ યથાવત રહે છે. વડગામના વરનાવાડામાં પહોંચેલા જગદીશ પંચાલે જિગ્નેશ મેવાણી પર ભારતીય જનતા પાર્ટીના નિકોલના…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ભલે પૂર્ણ થઈ ચૂકી પરંતુ રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ યથાવત રહે છે. વડગામના વરનાવાડામાં પહોંચેલા જગદીશ પંચાલે જિગ્નેશ મેવાણી પર ભારતીય જનતા પાર્ટીના નિકોલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના સહકારમંત્રીએ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જનતા ગદ્દાર છે. તો સામે મેવાણીએ પણ પલટવાર કર્યો કે તમે જનતાનું અપમાન કર્યું છે તાકત હોય તો આ શબ્દો મારી સામે વિધાનસભામાં બોલીને બતાવો.
વડગામ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિડીયો શેર કરતાં કહ્યું કે, કરોડો રૂપિયાનો ઢગલો કરવા છતાં વાદગામનઉઈ ચૂંટણી નહીં જીતી શકનાર ભાજપના ઘાંઘા બનેલા મંત્રી જગદીશ વિશ્વકર્મા જ્યારે આજે વડગામ ગયા અને વરનાવાડા ખાતે મારા મતવિસ્તારના ભાઈઓ બહેનોએ ફૂલોથી સ્વાગત કર્યું તો તેમણે તેનું અપમાન કર્યું અને કહ્યું શેના ફૂલો લઈને આવો છો. તમને શરમ આવવી જોઈએ જેમણે મને વોટ નથી કર્યા તેણે રાષ્ટ્રનું અપમાન કર્યું છે. રાષ્ટ્ર સાથે ગદારી કરી છે. આવા શબ્દો જગદીશ વિશ્વકર્મા વાપરતા હોય ત્યારે સવાલ કરવા માંગુ છું કે ગુજરાત અને વડગામના લોકો ઑક્સીજનની એક એક બુંદ માટે તડપતા હતા ત્યારે તમે વડગામમાં પગના મૂક્યો એના કારણે તમે ચૂંટણી વડગામમાં હાર્યા છો. 25 વર્ષથી ખેડૂત અને પશુપાલકને પાણીથી વંચિત રાખ્યા એના કારણે તમે ચૂંટણી હાર્યા છો. જીઆઈડીસીની બજેટમાં જાહેરાત કરી છે અને એક ઈટ મૂકી નથી અને વર્ષોથી ચૌધરી કોલેજને માન્યતા નથી આપતા આ કારણે ચૂંટણી હાર્યા છો. હાર પચાવતા શીખો આવ્યા સંસ્કારો શોભતા નથી તમને અને એવું હોય કે વડગામના લોકોએ તમને વોટ નથી આપ્યા અને વાદગામની જનતાને તમે ગદ્દાર કહો છો? આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભવિષ્યની ચૂંટણીમાં પણ વડગામ વિધાનસભાના લોકો તમને જવાબ આપશે. તકત હોય તો ગુજરાતની વિધાનસભામાં આ શબ્દનો પ્રયોગ મારી હાજરીમાં કરી બતાવો
શું છે વિવાદ
વડગામ ના વરનાવાડા ખાતે આવેલ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જગદીશ પંચાલે કોંગ્રેસને મત આપનાર અને ભાજપને ના જીતાડનાર લોકોને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે તેમ કહ્યું છે. સહકાર મંત્રી જગદીશ પંચાલે કહ્યું છે કે વડગામ ની બેઠક ન જીતાડી એનો રંજ છે. વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામ બેઠકની હાર માટે જવાબદાર હોય એમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમા ફૂલ હારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો ખુશી થાત.
ADVERTISEMENT
ADVERTISEMENT