વડોદરાની ઘટનાને લઈ જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના ફાયર બ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરાની દલિત યુવાનને માર મારવાની ઘટનાને લઈ ઉનાની ઘટના જીગ્નેશ મેવાણીએ તાજી કરી છે. જીગ્નેશ મેવાણીએ વડોદરાની ઘટનાને લઈ ટ્વિટ કર્યું છે. તેમણે વડોદરામાં બનેલી ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો.

જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ઉનાની ઘટના સમયે મોદીજીએ કહ્યું હતું – “જો તમારે મારવું હોય તો મારી નાખો, મારા દલિત ભાઈઓને નહીં” પરંતુ પ્રશાસને આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરી ન હતી. પરિણામ- ગઈકાલે વડોદરા જિલ્લામાં જાહેરમાં એક દલિત યુવકને માર મારવાનો પ્રયાસ થયો હતો.

ADVERTISEMENT

શું હતી ઘટના
વડોદરા શહેરના ભાયલી ગામના એક યુવાને અજાણ્યા યુવકોના ઈન્સ્ટાગ્રામ લાઇવમાં કોમેન્ટ કરી હતી. કોમેન્ટથી નારાજ થયેલા યુવાનોના ગ્રુપે કોમેન્ટ કરનાર ભાયલી ગામના યુવાનને  ગામ નજીક જાહેર રોડ પર બોલાવ્યો હતો. યુવાનોએ ભેગા મળીને કોમેન્ટ કરનાર યુવાનને પટ્ટા અને લાતોથી માર માર્યો હતો. એટેલું જ નહીં કોમેન્ટ કરનાર યુવાનને રોડ ઉપર ઢસડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT