Jamnagar: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 6 વાહનોને કચડી નાખ્યા, સ્થાનિકો ભેગા થઈ જતા ડ્રાઈવર ફરાર
જામનગરઃ ગુજરાતમાં બેફામ ચાલતી ગાડીઓના કારણે દિવસે ને દિવસે અકસ્માત વધતા જઈ રહ્યા છે. તેવામાં જામનગરમાં એક બેકાબૂ જીપે 6 વાહનોને કચડી માર્યા હતા. એટલું…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાતમાં બેફામ ચાલતી ગાડીઓના કારણે દિવસે ને દિવસે અકસ્માત વધતા જઈ રહ્યા છે. તેવામાં જામનગરમાં એક બેકાબૂ જીપે 6 વાહનોને કચડી માર્યા હતા. એટલું જ નહીં આ અકસ્માત સર્જાતા જીપ ચાલક તાત્કાલિક ગાડી છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. નોંધનીય છે કે અત્યારે CCTV ફુટેજના વીડિયો તપાસમાં આવી રહ્યા છે. તથા આ અકસ્માત પાછળનું કારણ જાણવા માટે પણ તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
સ્થાનિકોમાં ભયની સ્થિતિ સર્જાઈ
જામનગર ખાતે એક બેફામ જીપ ચાલકે ટાઉનહોલ વિસ્તારમાં આવેલા સિટી પોઈન્ટ સેન્ટર પાસે અકસ્માત સર્જ્યો હતો. જીપચાલકે કાબૂ ગુમાવી દેતા તે પાર્કિંગ તરફ ધસી આવ્યો હતો. આ દરમિયાન પાર્કિંગમાં બાઈકો પાર્ક થયા હતા. ત્યાં જીપે પૂર ઝડપે આવતા 6થી વધારે બાઈકને કચડી નાખ્યા હતા. નોંધનીય છે કે અત્યારે આ ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે રાહતના સમાચાર એ છે કે એકપણ લોકોની જાનહાની થઈ નથી. જોકે આની આજુ બાજુ ઘણા લોકો હાજર હતા તેથી તેઓ તત્કાલિક ઘટનાસ્થળેથી દૂર ભાગી ગયા હતા.
ADVERTISEMENT
જીપ ચાલક ગભરાઈ ગયો
એક સાથે 6થી વધારે વાહનોને કચડી નાખ્યા પછી જીપ ચાલક ગભરાઈ ગયો હતો. તે તાત્કાલિક ઘટનાસ્થળે જીપ મુકીને ફરાર થઈ ગયો હતો. ત્યારપછી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓ જીપની આજુ બાજુ એકઠા થઈ ગયા અને વાહનોને કેટલુ નુકસાન પહોંચ્યું એનું અવલોકન કરવા લાગ્યા હતા.
ADVERTISEMENT
CCTV ફુટેજ આધારે તપાસ શરૂ
જીપ ચાલક ફરાર થઈ જતા હજુ સુધી તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ અત્યારે CCTV ફુટેજના આધારે પોલીસે સમગ્ર ઘટનાક્રમ પર નજર ફેરવી તપાસ શરૂ કરી દીધી છે. રાહતની વાત એ છે કે કોઈની જાન હાની થઈ નથી પરંતુ આટલા બધા બાઈકો/વાહનોને નુકસાન પહોંચ્યું હોવાથી હવે તપાસને આગળ વધારવામાં આવી છે.
ADVERTISEMENT
With Input – દર્શન ઠક્કર
ADVERTISEMENT