ગુજરાતમાં આ પાર્ટીના ઉમેદવારને સૌથી ઓછા 30 વોટ મળ્યા, હાર બાદ કહ્યું-અપક્ષથી લડ્યો હોત તો પણ…
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. એકબાજુ 156 બેઠકો સાથે પ્રચંડ જીતથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર ચાલી રહી છે, ત્યારે બીજી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. એકબાજુ 156 બેઠકો સાથે પ્રચંડ જીતથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સૌથી ભૂંડી રીતે હારનારા ઉમેદવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ચૂંટણીમાં તેમને અપક્ષ ઉમેદવારથી પણ સૌથી ઓછા વોટ મળ્યા છે, જેના કારણે હવે ઉમેદવાર પાર્ટી પર જ બગડ્યા છે.
જનતા દળના ઉમેદવારની ભૂંડી હાર
અમદાવાદની બાપુનગર બેઠક પરથી ચૂંટણી લડનારા જનતા દળ પાર્ટીના (JDU) ઉમેદવાર ઈમ્તિયાઝ ખાન પઠાણને સૌથી ઓછા વોટ મળ્યા છે. રાજ્યમાં ચૂંટણી લડી રહેલા 1600થી વધુ ઉમેદવારોમાંથી ઈમ્તિયાઝ પઠાણને અપક્ષ ઉમેદવારોથી પણ ઓછા વોટ છે. 45 વર્ષિય ઈમ્તિયાઝ પઠાણે પોતાની આટલી ભૂંડી હાર બાદ પાર્ટી પર જ દોષનો ટોપલો ફોડ્યો હતો. હાર બાદ ઈમ્તિયાઝ પઠાણે પાર્ટીએ તેમના માટે પ્રચાર ન હોવાનું કારણ આગળ ધર્યું હતું. તેમણે કહ્યું કે, જો હું અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડ્યો હોત તો વધારે વોટ મળ્યા હોત.
અપક્ષથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા
ઈમ્તિયાઝ પઠાણ રાજકારણમાં ઘણા સમયથી સક્રિય છે. આ પહેલા તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જેમાં તેમને ખેડા બેઠક પરથી 5000થી વધુ મત મળ્યા હતા. જોકે તે સમયે તેઓ અપક્ષથી ચૂંટણી લડ્યા હતા. JDUના તમામ ઉમેદવારની વિધાનસભાની આ ચૂંટણીમાં હાર થઈ છે.
ADVERTISEMENT
બાપુનગરમાં ભાજપનું કમળ ખીલ્યું
બાપુનગરની બેઠક પર ઈમ્તિયાઝ પઠાણની સાથે સાથે 29 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ 59,465 વોટ મેળવી જીત્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 47,395 વોટ મળ્યા હતા.
ADVERTISEMENT