રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન પદે જયેશ રાદડિયાની હેટ્રીક, હવે પાર્ટીથી છે ખુશ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગુજરાતમાં સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ તેમના પુત્ર અને જેતપુર બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયાનો દબદબો રહ્યો છે. ત્યારે  રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન પદે જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન પદે મગન વડાવિયાને રિપિટ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથવાત રહ્યો છે. રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન અને ચેરમેનની મુદત પૂર્ણ થતા આજરોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચેરમેન તરીકે ફરી એક વખત જયેશ રાદડિયાના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયાને રીપીટ કરવામાં આવ્યા છે.

ત્રીજી વખત બન્યા ચેરમેન
સતત ત્રીજી વખત જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકના ચેરમેન બન્યા છે. ત્યારે સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાએ પોતાની પકડ જમાવી રાખી છે. જયેશ રાદડિયાને ફરી વખત પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી ત્યારે હવે પાર્ટી દ્વારા મેન્ડેડ મોકલી અને ચેરમેન પદ સોંપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

પાર્ટીએ ઘણું આપ્યું છે : જયેશ રાદડિયા 
પાર્ટીના મેન્ડેડ પર ફરી એક વખત રાજકોટ જિલ્લા બેન્કની જવાબદારી આપવામાં આવી છે. ભૂતકળમાં પણ જવાબદારી આપવામાં આવી છે. જવાબદારીને તાકાતથી નિભાવી અને લોકોને પરિણામ આપ્યા છે. અને પાર્ટીએ માન સન્માન આપ્યું છે. લોકોને 30 વર્ષે ટિકિટ નથી મળતી ત્યારે પાર્ટીએ 26 વર્ષની ઉમરે ટિકિટ આપી હતી. 9 વર્ષ સુધી સતત મંત્રીની જવાબદારી સોંપી છે. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેનની જવાબદારી આપી છે તે મારા માટે ઘણું છે.

(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT