જનાદેશ 2022: જેતપુર બેઠક પર રાદડિયાનું રાજ યથાવત, ફરી વખત જીત મેળવી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે સરકાર બનાવવા માટે ભાજપ આગળ વધી રહ્યું છે. ભાજપ 130થી વધુ બેઠક પર ભાજપે જીત મેળવી છે. ત્યારે હજુ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે સરકાર બનાવવા માટે ભાજપ આગળ વધી રહ્યું છે. ભાજપ 130થી વધુ બેઠક પર ભાજપે જીત મેળવી છે. ત્યારે હજુ 20 થી વધ બેઠક પર આગળ છે. ત્યારે હવે જેતપુર બેઠક પર ફરી એક વખત જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. આ મામલે જયેશ રાદડિયાએ કહ્યુંકે સંગઠન અને કાર્યકર્તાએ જે રીતે મહેનત કરી અને લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળી છે.
2022માં આ ઉમેદવારો હતા મેદાને
ભાજપ- જયેશ રાદડિયા
કોંગ્રેસ- દિપક વેકરીયા
આપ- રોહિત ભૂવા
સપા- રાજૂ સરવૈયા
બસપા- દેવશી બોરિચા
રાઇટ ટુ રિકોલ પાર્ટી- અલ્પેશ વાડીલીયા
અપક્ષ-ભરત ચાવડા
અપક્ષ- જયેન્દ્રસિંહ ચૌહાણ
ADVERTISEMENT
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1962- કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ પટેલ વિજેતા થયા.
1967-કોંગ્રેસના ઉમેદવાર એન.કે.પટેલ વિજેતા થયા.
1972- કોંગ્રેસના ઉમેદવાર જમનાદાસ વેકરીયા વિજેતા થયા.
1975- કોંગ્રેસ ના ઉમેદવાર રમણીકલાલ પટેલ વિજેતા થયા.
1980-કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર જમનાદાસ વેકરીયા વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર દિલીપ પટેલ વિજેતા થયા.
1990- ભાજપના ઉમેદવાર સવજી કોરાટ વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર સવજી કોરાટ વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર સવજી કોરાટ વિજેતા થયા.
1999- પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટ વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટ વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર જસુબેન કોરાટ વિજેતા થયા.
2012- કોંગ્રેસના ઉમેદવાર જયેશ રાદડિયા વિજેતા થયા.
2013- પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા વિજેતા થયા.
2017- ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા વિજેતા થયા.
વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ
ADVERTISEMENT
ADVERTISEMENT