12 વર્ષે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છતાં પ્રથમ ટેસ્ટ માટે બાંગ્લાદેશ કેમ ન પહોંચી શક્યો જયદેવ ઉનડકટ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી ચત્તોગ્રામમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે. જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્રની ટીમના ઝડપી બોલર જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું, જોકે તે પ્રથમ ટેસ્ટ માટે બાંગ્લાદેશ પહોંચી શક્યો નથી અને હજુ પણ ભારતમાં જ અટવાયેલો છે.

ભારતમાં જ અટવાયેલો છે ઉનડકટ
જયદેવ ઉનડકટને હજુ સુધી બાંગ્લાદેશના વિઝા મળી શક્યા નતી. એવામાં તે પ્રથમ ટેસ્ટ મેચ ચૂકી ગયો છે. PTI મુજબ ઉનડકટને હજુ સુધી બાંગ્લાદેશમાં રમવા માટે વિઝા મળ્યા નથી. એવામાં તે ત્યાં પહોંચી શક્યો નથી. આથી પ્રથમ ટેસ્ટમાં તે ઉપલબ્ધ થઈ શક્યો નથી. એવામાં હવે તે બીજી ટેસ્ટ મેચ માટે જ ઉપલબ્ધ થઈ શકશે.

2010માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું
ખાસ વાત છે કે, ઉનડકટે વર્ષ 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું પણ તે સમયે એક જ મેચ બાદ જયદેવ ઉનદકટને કોઈ તક મળી ન હતી. ત્યારે 12 વર્ષ બાદ આખરે તેને ફરીથી ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. જયદેવ ઉનડકટને ભારતની ટીમમાં સ્થાન મળતા BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, સતત સારા દેખાવ અને રમત પ્રત્યે તેનું સમપર્ણ તેના માટે આ સફળતા લાવી છે. ડોમેસ્ટિકમાં તેની રમત અને કપ્તાની શ્રેષ્ઠ રહી છે અને તે ઇન્ડિયન કોલ ડિઝર્વ કરતો હતો. જયદેવ ઉનડકટે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. સાઉથ આફ્રિકા સામે કરિયરની એકમાત્ર ટેસ્ટમાં તે સેન્ચુરીયન ખાતે રમ્યો હતો. તે બાદ તેને રેડ બોલ ફોર્મેટમાં તક મળી નહોતી. રણજી ટ્રોફીમાં સતત સારો દેખાવ કર્યા બાદ તેને ફરીથી ઇન્ડિયન ટીમમાં રમવાની તક મળી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT