જસદણ બેઠકઃ કોંગ્રેસનો ગઢ ફતેહ કરવા ભાજપનો માસ્ટર સ્ટ્રોક; જાણો કેવી રીતે પેટા ચૂંટણીમાં થયું સત્તાપરિવર્તન

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

જસદણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ અત્યારે જોરશોરથી જામ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સતત પ્રચાર કરવા લાગી ગયા છે. ત્યારે હવે મિશન ગુજરાતને પાર પાડવા માટે એક-એક બેઠક પર ત્રણેય પાર્ટીઓની ચાપતી નજર રહેતી હોય છે. તો ચલો આપણે આવી જસદણ બેઠક પરના રસપ્રદ લેખા-જોખા તથા સમીકરણો પર નજર કરીએ.

કોંગ્રેસનો ગઢ ગણાતી એવી જસદણના સમીકરણો બદલાયા!
જસદણ બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસની પકડ ઘણી મજબૂત હતી. 1995થી 2017ના ડેટા પર નજર કરીએ તો અહીં માત્ર કોંગ્રેસની પકડ જ રહેલી હતી. અહીં 1995થી કુંવરજી બાવળિયાનો દોર શરૂ થયો હોય એમ લાગી રહ્યું હતું. આ સમયે તેમણે કોંગ્રેસમાંથી જસદણમાં વિધાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ જીતી ગયા હતા. ત્યારે 2009માં પણ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા અને વિજય મેળવી લીધો હતો.

ત્યારપછી તો જસદણમાં જાણે કોંગ્રેસનો જ ગઢ ગણાતો હતો. પરંતુ પેટા ચૂંટણીમાં કુંવરજીના સ્થાને ભાવિનાબેનને ટિકિટ મળી અને જાણે સંપૂર્ણ રમત જ બદલાઈ ગઈ હતી. અહીં ભાજપના ઉમેદવાર ભરતભાઈ બોઘરા સામે ભાવિનાબેનને કારમી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

હવે કુંવરજી બાવળીયાના દોરની વાત કરીએ તો 2014માં તેઓ લોકસભા હારી ગયા હતા. તેવામાં ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી જસદણની ટિકિટ મળી અને તેઓ જીતી ગયા હતા. નોંધનીય છે કે 2018માં પક્ષપલટો કરી તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. જેના પરિણામે અહીં પેટાચૂંટણી થઈ અને પછી રાજકારણમાં જે ગતિ આવી એના પર નજર કરીએ…

જસદણની પેટા ચૂંટણી રહી ચર્ચામાં…
કુંવરજી બાવળિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા અહીં રાજકારણ ગરમાયું હતું. બાવળિયા પાંચ વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ તેઓ કોળી સમાજના આગેવાન તથા ઓબીસી નેતા પણ કહેવાય છે. પેટાચૂંટણી દરમિયાન કુંવરજી બાવળિયા સામે તેમનો ચેલો અવસર નાકિયા કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન કુંવરજી બાવળિયાએ જંગી બહુમત સાથે જીત મેળવી લીધી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

જસદણ પર મતદાતાઓની વિચારસરણી…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજનું પ્રભુત્વ જોરદાર જોવા મળ્યું છે. અહીં 70 હજારથી વધુ કોળી સમાજના મતદારો છે. સમાજિક તથા જ્ઞાતિ આધારિક મતદારોની વાત કરીએ તો લેઉઆ મતદારોની સંખ્યા 40 હજારથી વધુ તથા કડવા પટેલ મતદારોની સંખ્યા 9 હજારથી વધુ છે. આ બેઠક પર અંદાજો લગાવીએ તો 100 ટકામાંથી કોળી સમાજની સંખ્યા 35 ટકા, 20 ટકા લેઉઆ પટેલ, 10 ટકા દલિત, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રિય, 13 ટકા અન્ય મતદારો આવ્યા છે.

બેઠક આ વિવાદોમાં સપડાઈ…
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જસદણ બેઠક પણ ઘણી ચર્ચમાં રહેતી હોય છે. 2018માં આયોજિત પેટાચૂંટણીમાં પણ અહીં ઈવીએમ વિવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ બોગસ મતદાન થયો હોવાના આક્ષેપો કર્યા હતા તથા ઈવીએમમાં ચેડા કરાયાની પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. વળી એક સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દૂરી બનાવી લેતા અને પ્રચારથી ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.

કુંવરજી બાવળિયા પણ વિવાદોમાં ફસાયા હતા…
આમ જોવા જઈએ તો કુંવરજી બાવળીયા અને વિવાદો ઘણીવાર ચર્ચામાં આવ્યા છે. તેવામાં કુંવરજી બાવળિયા સામે ગૌચર જમીન પચાવી પાડવા અર્થે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાને આરોપ લગાવ્યો હતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખાયો હતો. જેમાં કુંવરજી બાવળિયા દ્વારા 200 વિઘા જમીનનું દબાણ કર્યું હોવાના આક્ષેપોની સાથે દબાણ દૂર કરવા લેન્ડ ગ્રેબિંગની વાત રજૂ કરાઈ હતી. આની સાથે તેઓ પોતાનું કામ કરે એવા જ કાર્યકરોને આગળ કરતા હોવાના આક્ષેપો પણ લાગી ચૂક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT