VIDEO: એક જ દિવસમાં 155 ભૂકંપના આંચકા, અત્યાર સુધીમાં 13 લોકોના મોત, Earthquakeએ જાપાનમાં મચાવી તબાહી
Japan Earthquake Latest Update: જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે એટલે કે સોમવારે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી અહીં સુનામી આવી. જોકે, સાંજ થતાં-થતાં…
ADVERTISEMENT
Japan Earthquake Latest Update: જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે એટલે કે સોમવારે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી અહીં સુનામી આવી. જોકે, સાંજ થતાં-થતાં સરકારે સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી. દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોને ઘરે પરત ન ફરવાની સલાહ આપવામાં આવી છે.
If you support Japanese people you won't pass without liking this tweet ❤#Japan #Tsunami #Earthquake pic.twitter.com/9o3rQunWve
— Elon Musk ✰ (Parody) 🇱🇷 (@elonmuskusaaaaa) January 2, 2024
અત્યાર સુધીમાં 13 લોકોના મોત
ભૂકંપ બાદ જાપાનના વાજીમા શહેરમાં સુનામી આવી હતી, જેના કારણે લગભગ 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જોકે, સરકારે કહ્યું છે કે તે ટૂંક સમયમાં એડવાઈઝરી જારી કરશે. રિપોર્ટ્સ અનુસાર, જાપાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જોકે, સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
ADVERTISEMENT
Frightening visuals from Japan as it begins new year suffering a massive 7.6 magnitude earthquake. pic.twitter.com/e3gyiVkq8f
— Science girl (@gunsnrosesgirl3) January 1, 2024
155થી વધુ આવી ચૂક્યા છે આફ્ટરશોક્સ
ભૂકંપના કારણે વજીમામાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેના કાટમાળ નીચે છ લોકો દટાયા છે. આ સાથે અહીંના 35 હજાર ઘરોમાં વીજળી નથી. જાપાનના ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ ઈશિકાવા પ્રાંતના અનામિઝુ શહેરમાં આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 10 કિમી દૂર નીચે જમીનમાં હતું. આ ભૂકંપના આંચકા ભારતીય સમય અનુસાર બપોરે 12:40 વાગ્યે અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 155થી વધુ આફ્ટરશોક્સ આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
If you stand with the people of Japan , during this tough time in which they are experiencing a Tsunami and earthquake ; U wont pass without liking this tweet ❤
May God protect the children mothers & people of Japan from the Tsunami #Japan #earthquake— द्रोण 🔥 (@dronaparashar) January 2, 2024
ADVERTISEMENT
હજુ પણ આવી શકે છે ભૂકંપ
ભૂકંપના કારણે રસ્તાઓને વધુ નુકસાન થયું છે કારણ કે રસ્તાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, તૂટેલા રસ્તાઓને કારણે ડૉક્ટરો ઈજાગ્રસ્તો સુધી પહોંચી શકતા નથી. જાપાનની વાયુસેના અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોક્ટરોને પહોંચાડી રહી છે. બીજી તરફ, જાપાનના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે આગામી દિવસોમાં આવા ભૂકંપનો ખતરો હજુ પણ વધશે, તેથી લોકોએ વધુ સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે.
ADVERTISEMENT