Sridevi ના લગ્નના બે મહિના બાદ થયો હતો Janhvi Kapoor નો જન્મ?, જાણો શું છે સત્ય

ADVERTISEMENT

Janhvi Kapoor
અભિનેત્રી જાહ્નવી કપૂરના જન્મને લઈને મોટો ખુલાસો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

આજે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરનો જન્મદિવસ

point

2018માં ફિલ્મ 'ધડક'થી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યું

point

જાન્યુઆરીમાં લગ્ન અને માર્ચમાં જાહ્નવીનો જન્મ

Janhvi Kapoor: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. બોની કપૂર અને શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરની ગણતરી બી-ટાઉનની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. જાહ્નવી કપૂરે 2018માં ફિલ્મ 'ધડક' (Dhadak)થી મોટા પડદે ડેબ્યૂ કર્યું હતું. જે પછી તેમણે 'ગુંજન સક્સેના' (Gunjan Saxena), 'રૂહી' (Roohi) અને 'બવાલ' (Bawal)જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ 6 વર્ષના કરિયરમાં જાહ્નવી કપૂર તેના લવ અફેયર્સને લઈને તો ઘણીવાર ચર્ચામાં રહી. પરંતુ તે ક્યારેય કોઈ મોટા વિવાદનો હિસ્સો નથી બની. જોકે, જાહ્નવી કપૂરના જન્મનો કિસ્સો ગૉસિપમાં ખૂબ જ ફેમસ છે. જેના પર તેના પિતા બોની કપૂરે એકવાર પોતાનું મૌન તોડ્યું હતું.

જાન્યુઆરીમાં લગ્ન અને માર્ચમાં જાહ્નવીનો જન્મ

જાહ્નવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997ના રોજ થયો હતો. તો જાહ્નવી કપૂરના જન્મના બે મહિના અગાઉ જાન્યુઆરી 1997માં જ શ્રીદેવી અને બોની કપૂરે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં જાહ્નવી કપૂરના જન્મે તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ઘણા લોકોનું માનવું હતું કે લગ્ન પહેલા જ શ્રીદેવી પ્રેગ્નન્ટ હતી. પ્રેગ્નેન્સીના ઘણા મહિનાઓ વિતી ગયા પછી તેણે બોની કપૂર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

બોની કપૂરે કર્યો હતો ખુલાસો 

પ્રખ્યાત યુટ્યુબર રોહન દુઆને આપેલા એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે જાહ્નવી કપૂરના જન્મનો કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે 2 જૂન 1996ના રોજ શિરડીમાં બધાથી છૂપી રીતે લગ્ન કરી લીધા અને ત્યાં એક રાત રોકાયા પછી અમે મુંબઈ પરત આવ્યા હતા. જે પછી અમને ખબર પડી કે શ્રીદેવી ગર્ભવતી છે. આવી સ્થિતિમાં અમારી પાસે જાહેરમાં (પબ્લિકલી) લગ્ન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી અમે જાન્યુઆરી 1997માં તમામની સામે સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કર્યા અને માર્ચમાં જાહ્નવી કપૂરનો જન્મ થયો હતો. 

ADVERTISEMENT

બોની કપૂરે તોડ્યું હતું મૌન

બોની કપૂરના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે 'શ્રીદેવી લગ્ન પછી જ પ્રેગ્નન્ટ થઈ હતી.  આ જ કારણ છે કે ઘણા લોકો માને છે કે લગ્ન પહેલા જ શ્રીદેવીથી પ્રેગ્નન્ટ હતી. જ્યારે એવું નહોતું, એ સમયે અમારા લગ્ન થઈ ગયા હતા. ' જણાવી દઈએ કે 6 માર્ચ, 1997ના રોજ જ્હાન્વી કપૂરનો જન્મ થયો અને બોની-શ્રીદેવી પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT