જામનગરની ગ્રામ્ય બેઠકનું અલગ જ છે સમીકરણ, જાણો આ બેઠકનો ઇતિહાસ
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. દેશ ભરના નેતાઓ ગુજરાતની સત્તા હાંસલ…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. દેશ ભરના નેતાઓ ગુજરાતની સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે અને પૂરે પૂરું ફોકસ ગુજરાત પર છે. ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગના ચોખટા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામનગર રૂલર વિધાનસભાનું મહત્વ વધુ રહેશે. ત્યારે જામનગરની ગ્રામ્ય બેઠકનું રાજકીય સમીકરણ રસપ્રદ છે.
2017નું ગણિત
જામનગર રૂલર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 251934 મતદારો નોંધાયા છે. જેમાંથી 129193 પુરુષ મતદારો તથા 122741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વેલજીભાઈ મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 70750 મત (47.79%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 64353 મત (43.47%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વિજેતા થયા હતા.
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડી ધારવીયા વલ્લભભાઈએ વિધાનસભા તરફ આગે કુચ કરી હતી પરંતુ તે સમયે વાતાવરણ કોંગ્રેસ તરફી હતું. પરંતુ આ વર્ષેના સમીકરણો અલગ છે. ધારવીયા વલ્લભભાઈએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા. વલ્લભ ધારવીયા 2017માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં રાઘવજી પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા અને તે વિજેતા થયા હતા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાઘવજી પટેલને કૃષિ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. કૃષિમંત્રી પોતાની સીટ ટકાવી શકશે કે કોંગ્રેસ છીનવી શકશે? ભાજપ અને કોંગ્રેસની લડાઈ માં આમ આદમી પાર્ટીને ફાયદો થશે તે જોવાનું રહ્યું
ADVERTISEMENT
સતત અસ્થિર રહી છે બેઠક
2019 ની જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ 33,022 મતોથી જીત્યા, અને ફરીથી કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને હરાવ્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાઘવજી પટેલે ભાજપના નેતા રણછોડભાઈ ફળદુ (આર સી ફળદુ)ને હરાવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ પક્ષપલટો કરીને ભાજપનો હવાલો સંભાળ્યો હતો. વલ્લભભાઈ ધારવિયા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. આ બેઠક ખાલી પડતાં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. અને ભાજપનો વિજય થયો હતો. ભાજપ આ વખતે આ બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પણ આ બેઠક પરત લેવાનો આગ્રહ કરી રહી છે.
કોનું પલડું રહ્યું ભારે
ADVERTISEMENT
- 1975- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરમાર ભાણજી વિજેતા થયા
- 1980- કોંગ્રેસ (આઈ) ઉમેદવારપરમાર ભાણજી વિજેતા થયા
- 1985- કોંગ્રેસના ઉમેદવાર ભૈમજી હિરાણી વિજેતા થયા
- 1990- જનતા દળના ઉમેદવાર દિનેશ પરમાર વિજેતા થયા
- 1995- કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમાર વિજેતા થયા
- 1998- ભાજપના ઉમેદવાર મનહર ઝાલા વિજેતા થયા
- 2002- કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમાર વિજેતા થયા
- 2007- ભાજપના ઉમેદવાર લાલજી વિજેતા થયા
- 2012- ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
- 2017- કોંગ્રેસના ઉમેદવાર ધારવીયા વલ્લભભાઈ વિજેતા થયા
- 2019- પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
ADVERTISEMENT