મોરબી દુર્ઘટનામાં જામનગરના જાડેજા પરિવારના 7 સભ્યોનાં કરુણ મોત, ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા નીકળી
દર્શન ઠકકર/જામનગર: મોરબીમાં ગઈકાલે રવિવારે ઝૂલતો પૂલ તૂટી જતા અતિ દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેને લઈ મોરબી શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શોક છવાયો…
ADVERTISEMENT
દર્શન ઠકકર/જામનગર: મોરબીમાં ગઈકાલે રવિવારે ઝૂલતો પૂલ તૂટી જતા અતિ દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેને લઈ મોરબી શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શોક છવાયો છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે જામનગરનાં પણ 10 લોકોના મોત થયા હોવાનું જિલ્લા સત્તાવાળાઓએ જાહેર કર્યું છે. મૃતકોમાં જાલિયાદેવાણી અને ખરેડીના ગ્રામજનોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં જાલિયાદેવાણીના જાડેજા પરિવારનો માળો વિખાયો હતો. જેમાં 5 બાળકો સહિત એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. તેમજ ખરેડીના 3 લોકોના પણ મચ્છુમાં ડૂબી જતા મોત થયા હતા.
જામનગરના ધ્રોલ તાલુકાના ગામના 7 સભ્યોના મોત
જામનગરમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ કંટ્રોલ રૂમ દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવ્યું છે કે, મોરબીની હોનારતમાં જામનગર જિલ્લાના 10 ગ્રામજનોનો ભોગ લેવાયો છે. કંટ્રોલ રૂમ જણાવે છે કે, ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીના જાડેજા પરિવારનાં 7 સભ્યોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યાં છે. આ કમનસીબ મૃતકોમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (30)- શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (09)- જયાબા ગંભીરસિંહ જાડેજા (55)- અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (26) ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (07) દેવાંશીબા પ્રતાપસિંહ જાડેજા (06) અને દેવર્ષિબા પ્રતાપસિંહ જાડેજા (05) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ હોનારતમાં કાલાવડ તાલુકાના ખરેડીનાં ત્રણ લોકોનો પણ જીવ ગયો છે. જેને લઈ નાનાં એવાં ખરેડીમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
સામુહિક અંતિમ યાત્રામાં આખું હિબકે ચડ્યું
જામનગર જિલ્લાના નાનકડા એવા જાલીયા દેવાણી ગામમાં એક જ પરીવારના 7 લોકોના મોત થયા છે. જેમાં 5 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એક સાથે 7 લોકોના મોત થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોતની ચીચીયારીથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. તેમજ સામુહિક અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું. હાલ આ દુર્ગઘટનાને પગલે જાલીયાદેવાણીના ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટનામાં જામનગરના જાડેજા પરિવારના 7 સભ્યોનાં કરુણ મોત, ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા નીકળી#Morbi #MorbiBridge #MorbiCableBridge #MorbiBridgeCollapse #jamnagar pic.twitter.com/jjoPGO12fr
— Gujarat Tak (@GujaratTak) October 31, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT