જૂનાગઢમાં બોગસ કોલ સેન્ટર પર દરોડા, ખેડૂતોને ફોન કરીને પડાવતા પૈસા; 5 મહિલા સહિત 11ની ધરપકડ
Cyber Crime News: જૂનાગઢ શહેરમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. જામનગર સાયબર ક્રાઈમ સેલે યોગ્ય બાતમીના આધારે બોગસ કોલ સેન્ટર પર દરોડો…
ADVERTISEMENT
Cyber Crime News: જૂનાગઢ શહેરમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. જામનગર સાયબર ક્રાઈમ સેલે યોગ્ય બાતમીના આધારે બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડીને 5 મહિલા સહિત 11 ઈસમોને ઝડપી પાડ્યા છે. હાલ તેઓની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમ સેલની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
ખેડૂતે ફરિયાદ નોંધાવતા સાયબર સેલ એક્ટિવ
જામનગર સાયબર ક્રાઈમ સેલમાં એક ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે જામનગર સાયબરની ટુકડી હરકતમાં આવી હતી અને આ દિશામાં ટેકનિકલ એનાલિસિસ સોર્સિસથી તપાસ લંબાવી હતા.
ADVERTISEMENT
બાતમીના આધારે પાડ્યો દરોડો
આ દરમિયાન યોગ્ય બાતમીના આધારે જૂનાગઢ શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર જામનગર સાયબર ક્રાઈમ સેલે દરોડો પાડ્યો હતો અને જૂનાગઢની 5 મહિલા સહિત 11ની ટોળકીને ઝડપી લીધી હતી. સાથે જ ટીમે મોબાઈલ ફોન્સ, લેપટોપ્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ADVERTISEMENT
ખેડૂતો સાથે આચરી છેતરપિંડી
ADVERTISEMENT
સાયબર ક્રાઈમ સેલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ તાલપત્રી અને દવાની એજન્સી આપવાના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા હતા. આ તમામ ખેડૂતોને ફોન કરીને એજન્સીના બહાને ટાર્ગેટ કરતા હતા. પ્રાથમિક તપાસમાં સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જામનગર સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT