જામજોધપુર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ સીટનો ઇતિહાસ અને સમીકરણ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આખરી તૈયારીઑ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો ગુજરાતમાં સભાઑ ગજાવી રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આખરી તૈયારીઑ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો ગુજરાતમાં સભાઑ ગજાવી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પૂર જોશ સાથે મેદાને છે. ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકનું મહત્વ વધુ રહેશે. જામજોધપુર બેઠક પર ચૂંટણી જંગ જામશે.
જામજોધપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 80મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં જામજોધપુર તાલુકો, લાલપુર તાલુકો અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017માં વિજેતા થયા બાદ ચિરાગ કાલરીયા સતત વિવાદમાં રહ્યા છે. ચિરાગ કાલરીયા જાહેર મંચ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પગે લગતા અથવાતો સન્માન કરતા જોવા મળ્યા છે. ચિરાગ કાલરીયા કોંગ્રેસનો સાથ મૂકે તેવી અટકળો વહેતી થઇ હતી. જોકે ચિરાગ કાલરીયાની આ ત્રીજી પેઢી છે જે કોંગ્રેસના ધારાસભ્ય છે. ચિરાગ કલારીયા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અનેક વાર અટકળો વહેતી થઈ ચૂકી હતી.
ADVERTISEMENT
ચિરાગ કલારીયા મુખ્યમંત્રીને લાગ્યા પગે
થોડા સમય પહેલા સિદસરમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામજોધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ હાજર રહ્યા હતા. ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા હતા. આ કારણોસર ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થવા લાગી હતી. આ મામલે ચિરાગ કાલરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, મારા ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારા વડીલ છે, જેથી મેં તેમના આશીર્વાદ લીધા હતા.
આ બેઠક માટે આટલા ગામ કરશે મતદાન
આંબરડી ભુપત, અંબારડી દેરી, અંબારડી જામ, અંબારડી મેધપર, અંબારડી, વાસા, અમરાપર, બગધરા, બાલવા, બામથીયા, બાવડીદડ, ભરાડ મોટી, ભારડકી, ભોજાબેડી, બુટાવદર, ચીરોડા મુલુજી, ચીરોડા સંગ, ચુર, દલદેવળિયા, ધોરીયો નેસ, ધ્રાફા, ગધાકડા, ઘેલડા, ગુંદા, ગીંગણી, રખાડી, હોથીજી ખાડબા, જામજોધપુર, ઇશ્વરીયા, જામવાડી, જશાપર, કડબલ, કલ્યાણપુર, કરશનપર, કોટડા બાવીસી, કોઠા વીરડી, લાલોઇ, લુવારસર, મહીકી, માલવાડા, માંડાસણ, મેઘપર, મેલાન, મેઠાણ, મોટા વડિયા, મોટી ગોપ, નલીયેરો, નંદાણા, નરમાના, પરાડવા, પાટણ, રબારીકા, સડોદર, સમાણા, સતાપર, શેઠ વડાળા, સિદસર, સોગઠી, સોન વાડીયા, સુખપર ધ્રાફા, સખપુર, તરસાઇ, ઉદેપુર, વડવાળા, વાલાસણ, વનાણા, વાંસજાળીયા, વસંતપુર, વેરાવળ, વિરપુર, ઝીણાવારી આ તમામ ગામોનો જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થાય છે.
ADVERTISEMENT
2017નું સમીકરણ
જામનગર દક્ષિણ વિધાનસભા સીટ જનરલ સીટ છે. જામનગર જિલ્લામાં કુલ 5 બેઠક છે. આ બેઠકમાં જામજોધપુર તાલુકા, લાલપુર તાલુકા અને ભાણવડ તાલુકાના વિસ્તારનો સમાવેશ થાય છે.આ બેઠક પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચીમન સાપરીયા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા.
ADVERTISEMENT
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20 પુરુષ અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 5 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. જામજોધપુર બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 61694 મત (45.54%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 64212 મત (47.40%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા હતા.
મતદાર
જામજોધપુર વિધાનસભા બેઠક પર કુલ 2,27,536 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,17,053 પુરુષ મતદારો છે અને 1,13,355 મહિલા મતદારો છે.
2022ના ઉમેદવાર
કોંગ્રેસે સિટિંગ ધારાસભ્યને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપે ચીમન સાપરિયાને મેદાને ઉતાર્યા છે. ચીમન સાપરિયા 2012 થી 2017 દરમિયાન કૃષિમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 2017 વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભાજપે ફરી એક વખત સિનિયર નેતા તરીકે ચીમન સાપરિયાને એક તક આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ હેમંત આહીરને મેદાને ઉતાર્યા છે.
કોંગ્રેસ- ચિરાગ કાલરીયા
ભાજપ- ચીમન સાપરિયા
આપ- હેમંત આહીર
અપક્ષ- અબુ શીડા
અપક્ષ- અમિત જોશી
અપક્ષ- આંબા વાવેચા
સપા- સબ્બીર જુણેજા
અપક્ષ- બસીર સમા
અપક્ષ- પ્રવીણ પટેલ
ચીમન સાપરિયા સાતમી વખત મેદાને
જામજોધપુર બેઠક પરથી ભાજપના ચિમન સાપરિયા 6 વખત ચૂંટણી લડ્યા છે. જેમાં 1995, 1998, 2002 અને 2012માં તેમનો વિજય થયો હતો. જ્યારે 2007 અને 2017માં તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે 2022ની ચૂંટણીમાં ચીમનભાઈ 7મી વખત મેદાને છે.
રાજકીય ઇતિહાસ
જામનગર જિલ્લાની જમજોધપૂર બેઠક પે કુલ 13 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર 4 વખત ચૂંટણી જીત્યા છે.સ્વતંત્ર પક્ષના ઉમેદવાર 1 વખત ચૂંટણી જીત્યા છે. જનતા પાર્ટી અને જનતા દળના ઉમેદવાર એક વખત ચૂંટણી જીત્યા છે.
કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસના ઉમેદવાર નાનજી દેવજી સિણોજીયા વિજેતા થયા
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર એન.પી. ભાણવડિયા વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર ગોરધનભાઈ ફળદુ વિજેતા થયા
1975- કોંગ્રેસના ઉમેદવાર કાલરીયા વિઠ્ઠલભાઈ વિજેતા થયા
1980- જનતા પાર્ટીના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા
1985 કોંગ્રેસના ઉમેદવાર કાલરીયા રમેશભાઈ વિજેતા થયા
1990- જનતા દળના ઉમેદવાર વાછાણી મહાનલાલ વિજેતા થયા
1995 – ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
1998 -ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2007- કોંગ્રેસના ઉમેદવાર જાડેજા બ્રિજરાજસિંહ વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા
ADVERTISEMENT