જુનિયર કલાર્ક પેપરલીક કેસમાં આરોપીઓને કરાયા જેલ હવાલે, ઉમેદવારોને ક્યારે મળશે ન્યાય ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરાઃ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડને કારણે ઉમેદવારો અને વાલીઓનો સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. કારણ છે કે મોટાભાગની પરીક્ષા લેવડાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.સરકારના કોઈપણ મંત્રી કે નેતા દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. ઉમેદવારો માટે મહદઅંશે રાહતની વાત એ સામે આવી છે કે, જુનિયર કલાર્ક પેપરલીક કાંડમાં સંડોવાયેલા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. શુક્રવારે તમામ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.

29મી જાન્યુઆરી રવિવારની સવારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાના આયોજન પૂર્વેના ગણતરીના કલાકો પહેલા જ ગાંધીનગર એટીએસની ટીમે જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક થયાનો પર્દાફાશ કર્યો હતો.આ રેકેટમાં સામેલ 15 આરોપીઓની ધડપકડ કરી હતી જેમની પૂછપરછમાં પ્રિન્ટિંગ પ્રેસથી પરીક્ષાના 20 દિવસ પહેલા પેપર લીક થયાનું જણાઈ આવતા રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલ એટીએસની ટીમે ધરપકડ કરાયેલ 15 આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આ ઉપરાંત રિમાન્ડ દરમિયાન વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમના પણ રિમાન્ડ મેળવ્યા હતા. જે તમામ ૧૯ આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા એટીએસની ટીમે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા એટીએસની ટીમે ધરપકડ કરાયેલ આરોપીઓની જરૂરી તપાસ પૂરી થયેલ હોય વધુ રિમાન્ડની માંગની કરવાનું ટાળ્યું હતું.જેને લઇ કોર્ટે રિમાન્ડ પુરા થતા રજૂ કરાયેલ તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

એપ્રિલમાં લેવાઈ શકે છે પરીક્ષા
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સરકારે આઇપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે. હવે જુનિયર ક્લાર્કની રદ કરાયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવાશે. એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે લોકરક્ષક દળમાં સફળતાપૂર્વક ભરતી પ્રક્રિયાનો અમલ કરાવનારા એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષા કોઇ ગેરરીતિ વિના લેવાય તે માટે જવાબદારી સોંપી છે. હસમુખ પટેલે જણાવ્યું હતું કે, તેમણે પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળી લીધો છે અને જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા હવે એપ્રિલ માસમાં લેવાશે. તેમણે કહ્યું હતું કે સ્વચ્છ રીતે પરીક્ષા લેવાય તેને સૌથી વધુ અગ્રતા અપાશે. ગેરરીતિ ના થાય તે માટે પ્રિન્ટિંગ, પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવું અને ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ પરિણામ યોગ્ય સમયે મળી રહે તે બાબતો મુખ્ય રહેશે.ઉમેદવારોને પરીક્ષાને લઇને કોઇ અપ્રમાણિકતા દેખાય તો મંડળનું ધ્યાન દોરવા અપીલ કરી હતી.

ADVERTISEMENT

પેપર વડોદરાથી લીક થયું
આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપે સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પેપર લીક કરતાં પહેલાં તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ્વ કરવાના હતા. જેનો મોડી રાત્રે બેથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.

આ પણ વાંચોઃ વિજય રુપાણીના ઘરે ઉહાપોહ મચાવવાના મામલે ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત 7 નિર્દોષ જાહેર

ADVERTISEMENT

ઝડપાયેલા આરોપીઓનો છે ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019માં પણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી દિલ્હીના તિહાડ જેલમાં જઈ આવ્યાં છે. જો કે, અન્ય પકડાયેલા આરોપીઓમાંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે. જેને કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406 ,409, 420 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT