જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર કહ્યું, સરકારી ભરતી નથી થતી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી

ADVERTISEMENT

jagdish Thakor
jagdish Thakor
social share
google news

અમદાવાદ: સુપ્રિમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. ઉલ્લેખનીય છે કે 5 જજની બેન્ચમાંથી જજ દ્વારા બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપવામાં આવ્યું છે. આ નિર્ણયને ગુજરાત કોંગ્રેસ દ્વારા આવકારવામાં આવ્યો છે. આ સાથે જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી થતી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી.

સરકારે બધુ વહેચી નાખ્યું
EWS અંગેના ચુકાદાને ગુજરાત કોંગ્રેસ સમિતિ વતીથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે આવકાર્યો છે. સવાલ ઊભો થાય છે કે આર્થિક રીતે નબળા લોકો હોય તો તે અનામતનો લાભ ક્યારે તમે આપી શકો? કે સરકારના તમામ વિભાગોની મહેકમ મુજબ અને વસ્તીના ધોરણે મહેકમ વધતું હોય, મહેકમ વધારતા જાવ એ મહેકમ મુજબ તમને ભરતી કરતાં જાવ અને ભરતી થાય સરકારી સિસ્ટમમાં તો અનામતનો લાભ મળે. અહી સરકાર રહી જ નથી. સરકારે એરપોર્ટ વહેચી નાખ્યા. વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે વહેચી નાખ્યું. બેન્કોને મર્જ કરી નાખી. એલઆઈસી, ઑએનજીસીથી માંડી અને દેશની નવરત્ન કંપનીઓ કોંગ્રેસની સરકારે બનાવી હતી તે વેચાઈ ગઈ. અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી થતી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી. અમે જૂનું મહેકમ ફરી લાવીશું.

અશોક ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો
અશોક ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકર્તા કહ્યું કે, ગરીબ લોકો કોઈપણ હોય તેમણે ન્યાય મળે તે આપની ભાવના હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT