કોંગ્રેસ પ્રચાર મોડ પર, જગદીશ ઠાકોરે મારુ બુથ મારુ ગૌરવ અભિયાનની કરી શરૂઆત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસે હવે આળસ મરડી અને પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. કોંગ્રેસ હવે મતદારો પાસે જવાનો પ્રયાસ કરી રહી છે. આજથી જનસંપર્ક શરૂ કર્યો છે.  મારુ બુથ મારુ ગૌરવ અભિયાનનો જગદીશ ઠાકોરે પોતાના બુથથી પ્રારંભ કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને કાર્યકરોને મળીને ચૂંટણીની રણનીતિ ઘડી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તડામાર તૈયારી કરાઇ રહી છે તેમાં કોંગ્રેસ પણ પાછળ હવે બાકાત નથી રહી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતની મુલાકાત લઇને ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરી હતી અને જનતાને વિવિધ વચનો પણ આપ્યા હતા. આ વચનોની પત્રિકા તૈયાર કરી અને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પોતાના બુથથી પત્રિકાનું વિતરણ કરી અને મારુ બુથ મારુ ગૌરવ અભિયાનની શરૂઆત કરી છે.

1 કરોડ 55 લાખ પરિવાર સુધી પત્રિકા અપાશે
મેરા બુથ મેરા ગૌરવ અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઘરે ઘરે  જઇને ચૂંટણી પ્રચાર શરુ કરશે અને રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોને લઇને નેતાઓ મતદારોના ઘેર ઘેર જશે. અભિયાનમાં દોઢ કરોડ ઘરમાં કોંગ્રેસ નેતાઓ પક્ષના વચનો ઘેર ઘેર પહોંચાડશે. કોંગ્રેસના નેતાઓ ઘરે ઘરે જઇને અભિયાનની શરુઆત કરશે. ગુજરાત ના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોની પત્રિકા પહોંચાડવા મારુ બુથ મારુ ગૌરવ કાર્યક્રમની શરુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  જગદીશ ઠાકોરે પોતાના બુથથી કરી. ઠાકોરે પોતાના બુથમાં ઘરે ઘરે જઈ પત્રિકાનું વિતરણ કર્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT