જાડેજાએ ધોનીની નિવૃતીને સફળ બનાવી: અનેક વિઘ્નો અને ભારે રસાકસી બાદ આખરે ચેન્નાઇ સુપર કિંગ્સની જીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : IPL Final 2023 GT vs CSK Live Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ગુજરાતે ચેન્નાઇને 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. જે અંગેના લાઇવ અપડેટ્સ અહીં તમને મળી રહ્યા છે. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટીમે 4 વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા. ટીમના માટે સાઇ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની રમત રમી હતી. તેણે 6 છક્કા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 204.25 નો રહ્યો હતો. સુદર્શન ઉપરાંત ઋદ્ધીમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રનોની રમત રમી હતી. ચેન્નાઇ માટે મથીશા પથિરાનાએ 2 વિકેટ ઝડપી હતી. ભારે વરસાદના કારણે મેચ વચ્ચે અટકાવી દેવાઇ હતી.

ભીના આઉટફીલ્ડે બંન્ને ટીમોનું ટેન્શન વધારી દીધું છે. હવે અંપાયર રાત્રે 11.30 વાગ્યે મેદાનની ફરીથી મુલાકાત લેશે. આ પ્રેક્ટિસ પિચને સુકવવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. જ્યાં પાણી ભારઇ ચુક્યું છે. જો જો મેચમાં આગળ એક પણ બોલ નહી રમાય તો ગુજરાતની ટીમ ચેમ્પિયન બની જશે. જો કે હાલ તો તમામનો પ્રયાસ છે કે, મેચ રમાય. કદાચ ઓવર ઘટાડીને પણ મેચ રમવામાં આવે. જો કે જે પ્રકારની પિચની સ્થિતિ છે તે સંતોષકારક નથી. જેના કારણે હાલ તો ખુબ જ ટેન્સ વાતાવરણ છે. બંન્ને ટીમોમાં ચિંતા જોવા મળી રહી છે.

જો કે પીચનો અભ્યાસ કર્યા બાદ અંપાયર દ્વાર15 ઓવર રમશે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે. ચેન્નાઇ સુપર કિંગ્સને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT