ગૌરવ યાત્રાને ફ્લેગ ઓફ કરાવવા જેપી નડ્ડા ગુજરાત પ્રવાસે, BJP 144 બેઠકોને આવરી લેવા સજ્જ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી હવે પ્રચારને વેગ આપવા માટે સજ્જ થઈ ગઈ છે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીએ ડિજિટલ રથ ફ્લેગ ઓફ કરાવી દીધા છે. તો બીજી બાજુ પાંચ વિવિધ સ્થળોથી ભાજપ ગૌરવ યાત્રા કાઢશે. જેને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા ફ્લેગ ઓફ કરાવશે. ઉલ્લેખનીય છે કે આજે બુધવારે જેપી નડ્ડા આવી જ 2 યાત્રાઓને ગ્રિન સિગ્નલ આપશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ યાત્રા 10 દિવસસુધી ચાલશે અને 144 વિધાનસભા બેઠકોને આવરી લેશે.

જેપી નડ્ડા આ યાત્રાને લીલી ઝંડી બતાવશે
પાર્ટીના સત્તાવાર નિવેદન પર નજર કરીએ તો આ પહેલી યાત્રા છે જે મહેસાણાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાનાં મઢ સુધી જશે.
બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી કાઢવામાં આવશે. આ બંને યાત્રાઓને જેપી નડ્ડા ગ્રિન સિગ્નલ આપી શકે છે.

પાર્ટીના નેતાઓએ જણાવ્યા પ્રમાણે ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારીથી દ.ગુજરાતના વિસ્તારોને આવરી લેશે. જ્યારે પાંચમી યાત્રા ઉનઈથી અંબાજી સુધી કાઢવામાં આવશે.

ADVERTISEMENT

અમિત શાહ પણ કેટલીક યાત્રાને આપશે ગ્રિન સિગ્નલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલીક યાત્રાઓને ગ્રિન સિગ્નલ આપી શકે છે. જ્યારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રિઓ પણ આમા સામેલ થાય એવી સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોઈલ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રુપાલા સહિતના કેન્દ્રિય મંત્રીઓ આ યાત્રામાં સામેલ થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT