ઈટાલિયાનો આરોપ- કતારગામમાં જાણી જોઈને સ્લો વોટિંગ કરાવાયું, ભાજપના ગુંડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન 2 તબક્કામાં થયું છે. જેનું પહેલા તબક્કાનું મતદાન આજે 1 ડિસેમ્બરે યોજાયું છે. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરી કતારગામમાં જાણી જોઈને સ્લો વોટિંગ કરાવાતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે આની સાથે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને ટેગ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના ગુંડાઓનો પણ ઉલ્લેખ કરતા રાજકારણ ગરમાયું. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયાએ પણ મતદાન કર્યું છે.

ભાજપના ગુંડાઓનો ઉલ્લેખ કરી ઈટાલિયાએ કહ્યું…
કતારગામમાં સ્લો વોટિંગ કરાવાતુ હોવાનો આક્ષેપ ગોપાલ ઈટાલિયાએ લગાવ્યો છે. તેણે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને ટેગ કરી લખ્યું કે કતારગામમાં જાણી જોઈને સ્લો વોટિંગ કરાવાઈ રહ્યું છે. જો આવી રીતે જ ભાજપના ગુંડાઓથી દબાઈને કામ કરવું હોય તો ચૂંટણીનું આયોજન કરવાનો અર્થ જ શું છે?

ADVERTISEMENT

કતારગામમાં જ ઓછી ટકાવારી કેમ?- ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સમગ્ર પ્રદેશમાં 3.5 ટકા મતદાન થઈ ચૂક્યું છે. પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા મતદાન જ થઈ શક્યું છે. આવી રીતે એક નાના બાળકને હરાવવા માટે આટલી નીચલી કક્ષાએ ન જવુ જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT