નોકરીયાત યુવાઓ પર મંડરાઈ રહ્યો છે કેન્સરનો ખતરો!, ICMR ની સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

ICMR ની સ્ટડીમાં થયો આંખ ઉઘાડતો ખુલાસો
Study of ICMR
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

નોકરીયાત યુવાઓમાં માનસિક સ્ટ્રેસ

point

IT કંપનીઓના કર્મચારીઓ પર સ્ટડી

point

સ્ટડી રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

Study of ICMR: આજના સમયમાં નોકરીયાત યુવાઓમાં માનસિક સ્ટ્રેસ હોવો એ સામાન્ય વાત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નોકરીયાત લોકો પર કેન્સરનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. નવી દિલ્હી ખાતે આવેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની સ્ટડીમાં એક તૃતીયાંશ કર્મચારીઓ મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.  

શું છે મેટાબોલિક સિન્ડ્રોમ?

 

મેટાબોલિક સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે કે જે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે તો તેઓમાં કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે.  મેટાબોલિક સિન્ડ્રોમ એ કોઈ બીમારી નથી, પરંતુ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં રોગના કારણો વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ આ ચારેયના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તે હૃદયની બીમારીઓ ઉપરાંત કેન્સર અને સ્ટ્રોક જેવી બીમારીઓના વધતા જોખમને પણ દર્શાવે છે. 

ICMRએ કેવી રીતે કરી સ્ટડી?

 

ICMR હેઠળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનએ ત્રણ મોટી IT કંપનીઓમાં કામ કરતા યુવાઓ પર આ સ્ટડી કરી છે, જેમાં  લગભગ તમામ કર્મચારીઓની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના કર્મચારીઓનું કાં તો વજન વધારે છે અથવા તો તેઓ મેટાપાથી ગ્રસ્ત છે. 10માંથી 6 કર્મચારીઓમાં એચડીએલ (કોલેસ્ટ્રોલ)નું લેવલ ઘણું જોવા મળ્યું, જે ભવિષ્યમાં હૃદય સંબંધિત બીમારીઓના ઉભરવાનો સીધો સંકેત આપે છે.

ADVERTISEMENT

યુવાઓમાં કઈ બીમારીઓ મળી?

 

તપાસમાં 44.2 ટકા કર્મચારીઓ વધારે વજનવાળા મળ્યા, જ્યારે 16.85 ટકા કર્મચારીઓનું શરીર ઘણું વધારે હતું. તો 3.89 ટકા કર્મચારીઓ ડાયબિટીસથી પીડિત હતા અને 64.93 ટકા કર્મચારીઓમાં કોલેસ્ટ્રેલનું પ્રમાણ ઘણું વધારે હતું. 

    follow whatsapp

    ADVERTISEMENT