કુબેરનો ખજાનો! 60 કરોડથી વધુની ગાડીઓ, ચારેય બાજુ નોટોના બંડલ...તમાકુ કંપનીના માલિકના ઘરેથી શું-શું મળ્યું?

Gujarat Tak

ADVERTISEMENT

Income Tax Raid
તમાકુના વેપારીના ઘરે ITના દરોડા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બંશીધર તમાકુ કંપની પર ITના દરોડા

point

20 ઠેકાણાઓ પર પાડ્યા દરોડા

point

ટીમે 4.5 કરોડ રોકડ જપ્ત કરી

Income Tax Raid: કાનપુર (Kanpur)માં આવકવેરા વિભાગ (Income Tax Department)એ બંશીધર તમાકુ કંપની પર દરોડા પાડ્યા છે. કંપનીએ કાનપુરની સાથે જ દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત 20 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ પોતાનું ટર્નઓવર 20થી 25 કરોડ બતાવ્યું છે, પરંતુ વાસ્તવમાં આ ટર્નઓવર લગભગ 100-150 કરોડની આસપાસ છે. 

આજે બીજા દિવસે પણ ITની તપાસ યથાવત 

આપને જણાવી દઈએ કે, ગતરોજ (29 ફેબ્રુઆરી) આવકવેરા વિભાગે તમાકુ કંપનીએ 20 જેટલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ તપાસ આજે બીજા દિવસે પણ યથાવત છે. આ દરમિયાન કંપની માલિકના દિલ્હી ખાતે આવેલા નિવાસ સ્થાનેથી 60 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કાર મળી આવી છે. જેમાં 16 કરોડની રોલ્સ-રોયસ ફેન્ટમ (Rolls-Royce Phantom) પણ સામેલ છે. 

લક્ઝરી કારનો કાફલો

'બંશીધર તમાકું કંપની'ના માલિકના પુત્ર શિવમ મિશ્રાના ઘરેથી જે કાર મળી આવી છે, તેમાં મેકલેરન (McLaren),  લેમ્બોર્ગિની (Lamborghini), ફેરારી (Ferrari), રોલ્સ રોયસ (Rolls-Royce) જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

4.5 કરોડની રોકડ જપ્તઃ સૂત્રો

એવું કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન આવકવેરા વિભાગે 4.5 કરોડ  રૂપિયાની રોકડ જપ્ત કરી છે. સાથે જ કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમાકુ કંપની રૂ.20-25 કરોડનું ટર્નઓવર બતાવતી હતી જે વાસ્તવમાં રૂ. 100થી 150 કરોડથી વધુ છે.

6 ગાડીઓ લઈને પહોંચ્યા હતા અધિકારીઓ

મળતી માહિતી અનુસાર, લગભગ 80 વર્ષથી તમાકુના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીના માલિક કેકે મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રાની નયાગંજમાં જૂની ઓફિસ આવેલી છે. ગુરુવારે બપોરે લગભગ 1.30 કલાકે આવક વેરા વિભાગના અધિકારીઓ 6 ગાડીઓ લઈને પહોંચ્યા હતા. ત્યાં હાજર કર્મચારીઓના મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા હતા. ફાઈલો ઉપરાંત કોમ્પ્યુટર્સ પણ કબજામાં લઈ લીધા હતા. 

ADVERTISEMENT

વિદેશોમાં ફેલાયેલો છે બિઝનેસ

આવકવેરા વિભાગના અધિકારીએ વેપારીના કાનપુરની સાથે દિલ્હી ખાતે આવેલા બંગલા પર પણ દરોડા પાડ્યા છે. ત્યાં તપાસ ચાલી રહી છે. ઈનપુટ મળ્યા બાદ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી. આપને જણાવી દઈએ કે બંશીધર એક્સપોર્ટ અને બંશીધર તમાકુનો વિદેશ સુધી બિઝનેસ ફેલાયેલો છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT