ઈસુદાનનો PM મોદી પર કટાક્ષ! પ્રચારથી લોકોની સમસ્યાનું નિવારન નહીં આવે, મોંઘવારી પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે પ્રચાર અને લોકોની સમસ્યા વચ્ચેનો મુદ્દો ઉઠાવીને આક્ષેપબાજી કરી હતી. નોંધનીય છે કે અત્યારે વધતી જતી વસ્તુઓની કિંમતોને ઘેરીને ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપ્યું હતું, જે ચર્ચાનો વિષય બની રહ્યો છે. ચલો આના પર વિગતે ચર્ચા કરીએ…

પ્રચારથી લોકોની સમસ્યાનું નિવારણ નહીં થાય
મીડિયા અહેવાલો પ્રમાણે ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રચાર પ્રસાર કરવાથી કંઈ ગુજરાતના લોકોની સમસ્યાઓનું નિવારણ નહીં આવે. અત્યારે સતત વસ્તુઓની કિંમત વધી રહી છે. આ બધા પ્રચાર કરવાથી મોંઘવારી પર કાબૂ નહીં મેળવી શકાય. આની સાથે જ પેપરલીકનો મુદ્દો પણ ઉઠાવી કહ્યું હતું કે આને નાબૂદ કરવો પણ મુશ્કેલ બની રહેશે.

બાળકો વિશે વિચારી વોટ આપજો- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ બીજા તબક્કામાં મત આપ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તમારા બાળકનું ભવિષ્ય જોઈને મતદાન કરવા માટે જજો. ભારત અત્યારસુધી નંબર-1 કેમ નથી થયું એવા સવાલો કર્યા છે. તેમણે આ દરમિયાન બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યો એનો મુદ્દો ઉઠાવ્યો હતો. આરોગ્ય સેવાઓ પર મોંઘવારી સહિત સ્થાનિકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈસુદાન ગઢવીએ દરેક લોકોને મતદાનમાં જોડાવવા માટે અપિલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT