BJP કાર્યકર્તાઓ પણ ગેસના ભાવથી ત્રસ્ત હોવાનો ઈસુદાનનો ઘટસ્ફોટ, ભાજપને ભગાડવા મુદ્દે કરી મોટી વાત..
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. ત્યારે આ દરમિયાન ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયો વિવાદ વચ્ચે ઈસુદાન…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. ત્યારે આ દરમિયાન ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયો વિવાદ વચ્ચે ઈસુદાન ગઢવીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચૂંટણીમાં મત આપતા પહેલા ગેસ સિલિન્ડરના ભાવ પર નજર કરવા કહ્યું છે. તથા ભાજપના કાર્યકર્તાઓને જ ઘરવાળા કહે છે કે આ પાર્ટીને ભગાડી દો એવું ઈસુદાનનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયો છે. ચલો આપણે સમગ્ર વિવાદ પર નજર કરીએ…
ભાજપના કાર્યકર્તાઓ પણ કંટાળ્યા
અત્યારે તાજેતરમાં ગેસ સિલિન્ડરના ભાવ તથા મોંઘવારી મુદ્દે ફરીથી ઈસુદાન ગઢવી એક્ટિવ થઈ ગયા છે. તેમણે ચૂંટણી પહેલા મોંઘવારીનો મુદ્દો ઉઠાવી લોકોને અપિલ કરતી ટ્વીટ કરી છે કે મત આપવા જતા પહેલા એકવાર ગેસ સિલિન્ડરના ભાવ જોઈ લેજો. આની સાથે ગેસ સિલિન્ડરના ભાવ કેન્દ્રની ભાજપ સરકાર નક્કી કરતી હોવાનું પણ જણાવ્યું છે.
BJP કાર્યકર્તાઓ પણ ભાજપને ભગાડવા માગે છે- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ ત્યારપછી ભાજપના કાર્યકર્તાઓ સાથે આ મુદ્દે થયેલી વાતચીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક ભાજપના કાર્યકર્તાઓ જ મને કહેતા હતા કે ગેસના ભાવના કારણે ઘરમાં કકળાટ થાય છે. અમારા ઘરવાળા પણ હવે કહે છે કે આ ભાજપની સરકારને ભગાડી દો. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી સતત જનતાના મુદ્દાઓને ઉઠાવીને મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને સારુ જીવન આપવા ગેરન્ટીઓ આપી રહી છે. તેવામાં હવે ભાજપ અને AAP વચ્ચે અત્યારે અવાર નવાર ડિબેટ પણ થતી રહે છે. ઈસુદાનની આ ટ્વીટથી સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગેસના સિલિન્ડરના ભાવથી લઈ મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટી ફરીથી ભાજપને ઘેરી શકે છે.
ચૂંટણીમાં મત આપવા જાવ
ત્યારે ગેસના સિલિન્ડરની સામે જોઈને
પછી મત આપજો અને હા ગેસના ભાવ કેન્દ્રની
ભાજપ સરકાર નક્કી કરે છે
(મને ભાજપના કાર્યકર્તા કહેતા હતા કે શું કરીએ અમને અમારા ઘરના જ હવે ભાજપને ભગાડવા દબાણ કરે છે !ગેસના ભાવોના કારણે ઘરમાં કકળાટ છે ) pic.twitter.com/GXxCzH1m54
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 16, 2022
ADVERTISEMENT
ભાજપને વધુ વીડિયો વાઈરલ કરવા ઈસુદાનની ચેલેન્જ, પાટીદારો ફેક્ટર વિશે કહ્યું..
ઈસુદાને ત્યારપછી જણાવ્યું કે અમારી ચેલેન્જ છે ભાજપને કે જેટલા વીડિયો ગોપાલના વાઈરલ કરવા હોય એટલા કરજો. પાટીદારોને આ વીડિયોના માધ્યમથી જે ગોપાલ ઈટાલિયાને બદનામ કરાઈ રહ્યા છે એનો વળતો જવાબ આપવા અપિલ કરવામાં આવી છે. જેમ કેસુભાઈ, ગોરધનભાઈ સહિતના અન્ય પાટીદાર યુવાનોને દબાવી દેવાયા એમ ગોપાલ સાથે આવું કરવામાં ભાજપ સફળ થઈ શકી નથી. આની સાથે ઈસુદાવ ગઢવીએ પટેલ સમાજને સોશિયલ મીડિયામાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ટકોર કરી હતી.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગોપાલ ઈટાલિયા ભાજપ સામે અડીખમ લડી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે ગોપાલ ઈટાલિયાને ખરીદી શકે. ભાજપે તમામ પટેલ સમાજના આગેવાનો જે તેમની સામે પડ્યા હતા એને પોતાની તરફેણમાં ખરીદી લીધા છે. અત્યારે ભાજપ પાટીદારને રીઝવવા કાર્યરત છે, પરંતુ હું અપિલ કરું છે સમાજને કે ભાજપની સચ્ચાઈ તમે જાણી જ ચૂક્યા હશો. અત્યારે ગોપાલ ઈટાલિયાના વિવિધ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ઈસુદાને ત્યારપછી પાટીદાર સમાજને ગોપાલ ઈટાલિયાની સાથે રહેવા અરજ કરી હતી. ગોપાલને કોઈપણ રીતે કચડી નાખવા માટે ભાજપે ષડયંત્રો રચ્યા છે.
ગોરધન ઝડફિયા અને હાર્દિક પટેલ પણ ભાજપ વિરૂદ્ધ બેફામ વાણીવિલાસ કરતા નજરે પડ્યા છે. પરંતુ આ બંનેએ ભાજપનો ખેસ પહેરી લીધો છે એટલે તેમને કોઈ મુશ્કેલી થતી નથી. મહિલા આયોગને ગોપાલ ઈટાલિયાની ભાષાથી વાંધો થયો એટલે તેમને દિલ્હી બોલાવવામાં આવે છે – ઈસુદાન ગઢવી
ADVERTISEMENT