ઈસુદાને કહ્યું- AAPએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એ વાતનો છેદ ઉડાવ્યો, જાણો લોકોએ કેમ કહ્યું તેમણે ભૂલ કરી!
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન તેમના પ્રચાર જેવું પ્રચંડ રહ્યું નહોતું. તેવામાં અગાઉ પણ ચર્ચા થતી હતી કે ગુજરાતના રાજકારણમાં ક્યારેય ત્રીજી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન તેમના પ્રચાર જેવું પ્રચંડ રહ્યું નહોતું. તેવામાં અગાઉ પણ ચર્ચા થતી હતી કે ગુજરાતના રાજકારણમાં ક્યારેય ત્રીજી પાર્ટી ચાલતી નથી. આ મુદ્દે ઈસુદાન ગઢવીએ સંબોધનમાં મોટું નિવેદન આપ્યું છે. આની સાથે જ તેમણે ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે લોકો મને મેસેજ કરીને કહેતા કે જોયું ને ભૂલ કરીને તમે, પહેલા પણ કહ્યું હતું અમે.. ચલો ઈસુદાન ગઢવીના સંબોધન પર નજર કરીએ…
AAPએ ત્રીજી પાર્ટી નથી ચાલતી, એ વાતનો છેદ ઉડાવ્યો..
ઈસુદાન ગઢવીએ સંબોધન દરમિયાન કહ્યું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં ક્યારેય ત્રીજી પાર્ટી નથી ફાવતી એ વાતનો છેદ ઉડાવી દીધો છે. તેમણે કહ્યું કે મને નિષ્ફળતા મળી ત્યારે ઘણા લોકોના મેસેજો આવતા હતા કે જોયું ને અમે કહેતા હતા કે આવું જ થશે. ત્યારે એ ઘટનાને ટાંકી ઈસુદાને કહ્યું કે અમે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી ચાલતી એ ગેરમાન્યતાનો છેદ ઉડાવ્યો છે. આનાથી મોટી સિદ્ધિ ન હોઈ શકે. આમ આદમી પાર્ટીએ એક જ ઝાટકે પાંચ બેઠકો જીતી લીધી છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટી 40 બેઠકો પર બીજા નંબર પર રહી છે.
કેટલોક વર્ગ હજુ અસમંજસતામાં હતો..
ઈસુદાન ગઢવીએ દાવો કરતા કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં ઘણો એવો વર્ગ પણ રહ્યો છે જ્યાં લોકોને લાગતું હતું કે અમે કઈ પાર્ટીને મત આપીએ. પરંતુ હવે આગામી ચૂંટણીમાં કેટલોક વર્ગ અસમંજસતામાં હતો. તેને કોઈ બે વિચારો મનમાં નહીં હોય. હવે આ વર્ગને પણ ખબર પડી ગઈ છે કે આગામી ચૂંટણીમાં શું કરવાનું છે.
ADVERTISEMENT
કેરલમાં ભાજપ મહેનત કરે છે પણ 5% મત નથી મળતા- ઈસુદાન
ભાજપ પર પ્રહાર કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોઈપણ પાર્ટીને રાજ્યમાં 5%થી વધુ મત મળે એટલે સમજી જવાનું કે જનતાએ સ્વીકારી લીધી છે. કેરલમાં ભાજપ વર્ષોથી મહેનત કરે છે પરંતુ તેને 5% ટકાથી વધુ મત મળી શકતા નથી એવો દાવો પણ ઈસુદાન ગઢવીએ કર્યો હતો. છતા પણ ભાજપે ત્યાં પ્રયાસો ચાલુ જ રાખ્યા છે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક જ ઝાટકે 5 ધારાસભ્યો આવ્યા છે. એનાથી મોટી સિદ્ધિ કોઈ ન હોઈ શકે.
ADVERTISEMENT