AAP ના મુખ્યમંત્રી પદનો ચહેરો બનેલા ઇસુદાન ગઢવી જાણો કયાથી લડશે ચૂંટણી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને બીજી તરફ ગુજરાતમાં રાજકીય ગરમાવો પણ વધવા લાગ્યો છે. નેતાઓ એક બાદ એક ચૂંટણી પ્રવાસમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને બીજી તરફ ગુજરાતમાં રાજકીય ગરમાવો પણ વધવા લાગ્યો છે. નેતાઓ એક બાદ એક ચૂંટણી પ્રવાસમાં વધારો કરવા લાગ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ઉમેદવારની 9 યાદી જાહેર કરી દીધી છે જેમાં 118 ઉમેદરોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ હવે મુખ્યમંત્રીના નામ ની જાહેરાત કરી દીધી છે. ત્યારે ઇસુદાન ગઢવીએ ચૂંટણી લડે અંગે સ્પષ્ટા કરી છે. તેમણે કહ્યું છે કે, પાર્ટી જ્યાંથી કહશે ત્યાંથી હું ચૂંટણી લડીશ.
પક્ષ નક્કી કરશે ગઢવીની ટિકિટ
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એડીચોંટીનું જોર લગાવી દીધું છે. ચૂંટણીમાં એક બાદ એક એમ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે ત્યારે તેમણે ચૂંટણી લડવા અંગે કહ્યું કે, પક્ષ જ્યાંથી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ. જ્યારે ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડે તેમ લાગી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના આ નેતાઓના નામની નથી થઈ જાહેરાત
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવો ચીલો ચીતર્યો છે.ચૂંટણીની જાહેરાત પહેલા જ તેમણે ઉમેદવારોને જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 9 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં 118 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યાક્ષ ગોપાલ ઇટાલીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અલ્પેશ કથીરિયા તથા મનોજ સોરઠિયા કયાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ગઢવીને મળ્યા 73 ટકા મત
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પંજાબ મોડલ અપનાવ્યું છે. લોકોનો મત જાણી અને ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.’
ADVERTISEMENT