ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન અને કિસાન બંને દુઃખી છે; ઈસુદાનના આકરા પ્રહારો
અમદાવાદઃ ઈસુદાન ગઢવીએ નિવૃત્ત આર્મી જવાનોના મોરચા અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન અને કિસાન બંને દુઃખી છે. અત્યારે…
ADVERTISEMENT
અમદાવાદઃ ઈસુદાન ગઢવીએ નિવૃત્ત આર્મી જવાનોના મોરચા અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન અને કિસાન બંને દુઃખી છે. અત્યારે પોતાની માગ રજૂ કરતા સમયે એક આર્મી જવાનનું મોત થઈ જતા ઈસુદાન ગઢવી રોષે ભરાયા છે. તેમણે આ મુદ્દે જવાનોની માંગ ગંભીરતાથી ન લેવા મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે.
જય જવાન, જય કિસાનનો નારો ખોટો ઠર્યો- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભ્રષ્ટ ભાજપના રાજમાં જય જવાન અને જય કિસાનનો નારો ખોટો ઠર્યો છે. વળી આ દરમિયાન ઈસુદાને કહ્યું છે કે ભાજપના રાજમાં બંને દુઃખી છે. જવાનોએ પોતાની માગણી માટે પણ સરકાર સામે આવી રીતે રજૂ કરવી પડે છે કેવી રીતે યોગ્ય ગણાય. આ દરમિયાન એક જવાનનું મોત ઘણુ દુઃખદ છે.
જવાન વિરોધી ભાજપને સદબુદ્ધિ આપે ભગવાન- ઈસુદાન
એક નિવૃત્ત જવાનનું મોત નીપજ્યું હોવાથી ઈસુદાન ગઢવીએ ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જવાન વિરોધી ભાજપને ભગવાન સદબુદ્ધિ આપે. પોતાની માગને લઈને કરી રહેલા પ્રદર્શનમાં જવાનને શહીદ થવું પડે છે એ ઘણું દુઃખદ છે.
ADVERTISEMENT
એક નિવૃત જવાનનું મોત થતા વિવાદ ગરમાયો
- મંગળવારે સૈનિકોનું વિરોધ પ્રદર્શન ખુબ જ આક્રમક બન્યું હતું.
- આ વિરોધ પ્રદર્શનના પગલે સરકાર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
- સચિવાલયના ગેટ નં.1 પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આર્મી જવાનો પ્રદર્શન કરી રહ્યા હતા.
- આ પ્રદર્શન દરમિયાન 1 આર્મી જવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે.
- જવાનનું નામ કાનજીભાઇ મેથલિયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હજી આ અંગે કોઇ અધિકારીક નિવેદન નથી આવ્યું.
- જે પ્રકારની ઘટના બની છે તે જોતા પોલીસ બંદોબસ્તને વધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
- સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિ ન વણસે તે માટે તમામ તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે.
ADVERTISEMENT