‘મેં પત્રકારત્વ છોડ્યું ત્યારે મને AAP જ નહીં, ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓમાંથી ઓફર થઈ હતી’
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ વચ્ચે ગઈકાલે આમ આદમી પાર્ટીએ પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી. જેમાં ઈસુદાન ગઢવીને…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ વચ્ચે ગઈકાલે આમ આદમી પાર્ટીએ પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી. જેમાં ઈસુદાન ગઢવીને AAPના CM પદનો ચહેરો બનાવવામાં આવ્યા. ત્યારે આજે AajTak સાથે અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ ખાસ ઈન્ટરવ્યૂ આપ્યું હતું. તેમાં ઈસુદાન ગઢવીએ AAPમાં જોડાતા પહેલા કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી ઓફર કરાઈ હોવાનો ખુલાસો કર્યો.
ભાજપ-કોંગ્રેસમાં જોડાવા માટે ઈસુદાનને થઈ હતી ઓફર?
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હું જ્યારે પત્રકારત્વમાં હતો ત્યારે પણ હું એટલો લોકપ્રિય હતો. જ્યારે મેં પત્રકારત્વ છોડ્યું ત્યારે એવું નહોતું કે AAPમાંથી જ ઓફર હતી. બીજી બંને પાર્ટીમાંથી પણ મને કહેવામાં આવ્યું હતું. પરંતુ મારે સારી શિક્ષા માટે કામ કરવું હતું, મને રાજનીતિનો ર નથી આવડતો, કામનો ક આવડે છે.
ઈસુદાન પત્રકારત્વ છોડીને કેમ આવ્યા રાજનીતિમાં?
અરવિંદ કેજરીવાલે મને ફોન કર્યો તમે સારા લોકપ્રિય છો અને તમારે AAP જોઈન કરવી જોઈએ. તમે મુદ્દાનું પત્રકારત્વ કરો છો. મેં ત્યારે પણ કહ્યું હતું કે હું રાજનીતિ કરવા માટે નથી આવી રહ્યો. મને કંઈ જોઈતું પણ નથી. ગુજરાતની જનતાની પીડા મારાથી જોવાઈ નહીં એટલે હું રાજનીતિમાં આવ્યો હતો.
ADVERTISEMENT
નોંધનીય છે કે, ગઈકાલે જ AAPનો CM પદનો ચહેરો જાહેર થતા ઈસુદાન કહ્યું હતું કે, હું ગુજરાતની જનતાને ભગવાનની સાક્ષીમાં વાયદો કરો છું, મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમારી સેવા કરતો રહીશ. મારો પરિવાર છે તેમણે પણ નહોતી ખબર કે હું રાજનીતિમાં જઉં છું, મેં તેમને બે દિવસ સુધી મનાવ્યા છે. મારી પાસે ખેડૂતો તેમની સમસ્યાઓ લઈને આવી જતા હતા. જો આપણે સારા લોકો રાજનીતિમાં નહીં જઈએ તો આ લોકો લૂંટી લેશે. આ ખેડૂતોને વાયદો કરું છું કે ભગવાને ઈચ્છ્યું, તો હું તમને આશ્વાસન આપું છું કે 75 વર્ષમાં જે નથી થયું, તે હું 5 વર્ષમાં ન કરી શકું તો હું રાજનીતિ છોડી દઈશ.
ADVERTISEMENT
ADVERTISEMENT