'ગુજરાતમાં ભાજપનું 26માંથી 26નું સપનું ટૂટશે', જુઓ લોકસભાની ચૂંટણીને લઈ Isudan Gadhvi શું બોલ્યા

ADVERTISEMENT

Lok Sabha Election 2024
'APP ભરૂચ અને ભાવનગરમાં પૂરી તાકાતથી ચૂંટણી લડશે'
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લગભગ નક્કી!

point

કોઈપણ પાર્ટીથી વધુ ઉપર દેશ છે: ઈસુદાન ગઢવી

point

'દેશમાં લોકશાહી ખતમ થવા જઈ રહી છે'

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવી રહી છે. બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને 3 રાજ્યોમાં સીટ શેરિંગ ફોર્મ્યૂલા પર વાત બની હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેમાં હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે સહમતિ સધાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અને AAP વચ્ચે દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યૂલા પર સહમતી સધાઈ છે. જેમાં દિલ્હીમાં AAP 4 સીટ પર ઉમેદવાર ઉતારશે અને કોંગ્રેસને 3 સીટ આપી શકે છે. તો હરિયાણામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 1 સીટ આપશે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ અહીં આમ આદમી પાર્ટીને 2 સીટ આપશે. આ મુદ્દે આજે જ ઔપચારિક જાહેરાત થઈ શકે છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. 

ભાજપના બધા વાયદા અધ્ધરતાલ રહી ગયાઃ ઈસુદાન ગઢવી 

 

ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2014માં ભાજપે વાયદા કર્યા હતા કે દર વર્ષે બે કરોડ નોકરી આપવામાં આવશે, કાળુ ધન પાછું લાવવામાં આવશે, ખેડૂતોને સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે મૂલ્ય ચૂકવવામાં આવશે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવામાં આવશે. પરંતુ આ બધા વાયદા અધ્ધરતાલ રહી ગયા છે. થોડા દિવસ અગાઉ આપણે જોયું કે ચંદીગઢ મેયર ચૂંટણીમાં ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કરવામાં આવી. સદનસીબે સુપ્રીમ કોર્ટના કારણે લોકતંત્ર બચી ગયું. આના પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે હાલ દેશમાં લોકતંત્ર અને આઝાદીને બચાવવી ખૂબ જરૂરી છે.

 

ADVERTISEMENT

વધુ વાંચો....AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?

લોકશાહી ખતમ થવા જઈ રહી છેઃ ઈસુદાન ગઢવી

 


તેઓએ જણાવ્યું હતું કે, હાલ સરકાર વિરુદ્ધ કોઈ નિવેદન કરે તો તેના ઘરે ઇડી અને સીબીઆઈ મોકલવામાં આવે છે. માટે અમે કહી રહ્યા છીએ કે લોકશાહી ખતમ થવા જઈ રહી છે. માટે પાર્ટીથી વધુ ઉપર દેશ છે, એને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે. હાલ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ થોડા સમયમાં ગુજરાત અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે. 

વધુ વાંચો....કોંગ્રેસ જીતી શકે તેમ નથી છતા દિલ્હી-ગુજરાતમાં ખોટી જીદ્દ કરી રહ્યું છે: AAP

'ભવિષ્યમાં વધુ બેઠકોની કરાશે જાહેરાત'

 

ઈસુદાન ગઢવીએ કહ્યું કે,  અમને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપ સામે ચૂંટણી લડશે તો ભાજપ આ વખતે 26 માંથી 26 સીટો નહીં જીતી શકે. પ્રદેશના નેતૃત્વ સાથે ચર્ચા કરીને થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના બે લોકસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ વધુ બેઠકોની જાહેરાત કરવામાં આવશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT