પાટીલે કહ્યું, ‘કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ખેડૂતો ખુશ છે’, ઈસુદાને ઓપન ચેલેન્જ આપી શું કહ્યું?
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરીને તેઓ જુઠાણુ ફેલાવતા હોવાનું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરીને તેઓ જુઠાણુ ફેલાવતા હોવાનું કહ્યું હતું. તેના પર AAPના ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) પ્રતિક્રિયા આપતા સી.આર પાટીલને (CR Patil) ડિબેટ કરવા માટે ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે.
પાટીલના નિવેદન પર શું કહ્યું ઈસુદાન ગઢવીએ?
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આજે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે નિવેદન કર્યું છે કે, કેજરીવાલ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે. આ બંને બાબતે મારી સી.આર પાટીલને ચેલેન્જ છે. તમે કયા આધારે કહો છો કે ગુજરાતના ખેડૂતો ખુશ છે, ખેડૂતો દેવાના ડુંગરમાં છે, ભાવ નથી મળતા, વીજળી નથી મળતી, આંદોલનો કરી રહ્યા છે અને તમે જુઠ ફેલાવો છે.
હું ભાજપના નેતાઓને ગુજરાતના મુદ્દાઓ પર ડિબેટ કરવા ઓપન ચેલેન્જ આપું છું!! pic.twitter.com/PpZDzdgt38
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 20, 2022
ADVERTISEMENT
લોકો વચ્ચે ડિબેટ કરવા ચેલેન્જ આપી
કેજરીવાલે 300 યુનિટ ફ્રી વીજળી દિલ્હી અને પંજાબમાં આપી છે અને ગુજરાતમાં આપવાના છે. આમા ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત છે. આવો ડિબેટ કરીએ. તમે કહેશો એ દિલ્હીના નેતા તમારી સાથે ડિબેટ કરશે અને ડિબેટમાં મુદ્દાઓ મુકીશું, ગુજરાતની જનતા વચ્ચે ડિબેટ કરીશું. તમે કહેશો એ સ્થળ, એ જગ્યા પર AAPના તમે કહેશો એ નેતા આવવા માટે તૈયાર છે.
ગઈકાલે ભાજપ પર કર્યા હતા પ્રહાર
નોંધનીય છે કે, ગઈકાલે પણ ઈસુદાન ગઢવીએ ભાજપ પર કેટલાક આક્ષેપો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને ગુજરાતમાં અત્યારસુધી ટીવી મીડિયાને ધમકાવી રાખતા હોવાનો ઈસુદાન ગઢવીએ ઘટસ્ફોટ કર્યો હતો. ભાજપે અરવિંદ કેજરીવાલના બરોડા ખાતેના કાર્યક્રમને રોકવા માટે ષડયંત્ર રચ્યું હતું. અત્યારસુધી પાર્ટીએ 13થી વધુ સભાસ્થળના માલિકોએ જગ્યા ન આપવા માટે ધમકી આપી બૂકિંગ કેન્સલ કરાવી દીધું હતું. તેવામાં કેજરીવાલની લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ હોય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT