OBC કમિશન મામલે ઇસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર કહ્યું, સરકારની OBC વિરોધી માનસિકતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂંકની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શા માટે કાયમી OBC કમિશનની સ્થાપના થઈ નથી? ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સરકારની OBC વિરોધી માનસિકતા ભાજપની છતી થઈ રહી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સરકાર OBC વિરોધી માનસિકતા ધરાવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. OBC કમિશનની ભાજપ સરકારે રચના પણ નથી કરી. આ મુદ્દે જ્યારે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, માત્ર નિવૃત જજની નિમણૂંક કરવાથી કમિશનની રચના નથી થતી. એની વિધિવત રચના થવી જોઈએ અને યોગ્ય કામ આપવુ જોઈએ.

ભાજપની OBC વિરોધી માનસિકતા
આ રીતે તો ભાજપ સરકારની OBC વિરોધી માનસિકતા ભાજપની છતી થઈ રહી છે.કમિશનની રચના નહીં થાય તો OBCઓની જે માગ છે, અનામત છે તેને લાગુ કેવી રીતે કરી શકાશે. ભાજપે તેની માનસિકતા સુધારવી જોઈએ અને રાજ્યમાં કાયમી OBC કમિશનની રચના હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે થાય તે જરુરી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ કહ્યું, પદયાત્રા કરો તો પણ માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ.. તો કોંગ્રેસે આપ્યો સણસણતો જવાબ

2 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ
કોર્ટે કહ્યું કે, નિવૃત જજની એપોઈમેન્ટ એ કમિશનની રચના ન ગણાય તેવી હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી હતી. કમિશનની સ્થાપના મુદ્દે સરકાર પગલા ઉઠાવે તેવી પણ કોર્ટે તાકીદ કરી છે. હાઈકોર્ટે 2 માર્ચ સુધીમાં સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT